ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૧ કેસ, ૧૯ દર્દીઓ સાજા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૧ કેસ, ૧૯ દર્દીઓ સાજા

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૧ કેસ, ૧૯ દર્દીઓ સાજા

 | 2:00 am IST
  • Share

રાજ્યમાં કોરોના કેસોમાં છેલ્લા એક મહિનાથી નોંધપાત્ર વધારો થયો નથી, તેમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી તો દૈનિક નોંધાતા કેસનો આંકડો સતત ૨૦ ની નીચે જ નોંધાઇ રહ્યો છે. મંગળવારે પણ રાજ્યમાં કોરોના નવા ૧૧ કેસ નોંધાયા હતા. જ્યારે સારવાર દરમ્યાન વધુ ૧૯ દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

ગુજરાતમાં મંગળવારે સાંજ સુધીમાં કોરોના એક્ટીવ કેસો ૨૪ કલાકમાં ઘટીને ૧૫૩ થઇ ગયા છે. નાજુક તબિયત હોવાના કારણે ૪ દર્દીઓને વેન્ટિલેટર સાથે સારવાર આપવામાં આવી રહી છે. ૧૪૯ દર્દીઓની તબિયત સુધારા ઉપર છે. નવા રજિસ્ટર થયેલા કોરોનાના કેસોમાં કચ્છ, વડોદરા કોર્પોરેશનમાં ૩-૩ કેસ, અમદવાદ કોર્પોરેશનમાં ૨ કેસ, ભાવનગર, જામનગર, સુરત કોર્પોરેશનમાં ૧-૧ કેસ છે. તેની સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮,૨૫,૬૪૦એ પહોચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૦૮૨ નાગરીકોનો કોરોનાએ ભોગ લીધો છે, તો ૮,૧૫,૪૦૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન