ગુજરાત બંધની અસર અમદાવાદમાં,જાણો ક્યાં ક્યાં શાળા કોલેજ,દુકાનો અને બસો થઈ છે બંધ - Sandesh
 • Home
 • Ahmedabad
 • ગુજરાત બંધની અસર અમદાવાદમાં,જાણો ક્યાં ક્યાં શાળા કોલેજ,દુકાનો અને બસો થઈ છે બંધ

ગુજરાત બંધની અસર અમદાવાદમાં,જાણો ક્યાં ક્યાં શાળા કોલેજ,દુકાનો અને બસો થઈ છે બંધ

 | 11:50 am IST

કાલે મંગળવારે વધુ સાત દલિતોએ આપઘાતનો પ્રયાસ કરતાં આખા રાજ્યમાં હોબાળો મચી ગયો હતો જેના પડઘા આખા સૌરાષ્ટ્ર પંથકમાં તો પડ્યા છે તેની સાથે ગુજરાતભરમાં પણ તેની અસરો જોવા મળી રહી છે. આજે દલિત આગેવાનો તથા બસપા દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું છે. જેને પગલે અમદાવાદમાં પણ જૂના વાડજ વિસ્તારમાં દલિતો દ્વારા ચક્કાજામ કરાશે તો શહેરના કલાપીનગરમાં ટોળાએ દુકાનો, શાળાઓ અને AMTSની બસો બંધ કરાવી હતી. અમદાવાદ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ પણ દલિત અત્યાચારના વિરોધમાં ગુજરાત બંધમાં જોડાયા છે. આજે આખો દિવસ તેઓ શહેરની સફાઈની કામગીરીથી નહીં કરે. આપના 60 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

 • મણિનગરથી દાણીલીમડા BRTS રૂટ બંધ કરવામાં આવ્યાં છે.
 • બાપુનગર, જૂનાવાડજ  સહિતના મોટભાગના વિસ્તારોમાં ટોળાએ દુકાનો, બસો બંધ કરાવી.
 • શહેરકોટડા ડી સ્ટાફ ઓફિસની બહાર ટોળાએ ટાયર સળગાવ્યાં હતાં. ચાંદખેડામાં લોકો રેલી બાદ રસ્તા પર જ બેસી ગયા મોટાભાગની દુકાનો અને સ્કૂલો બંધ કરાવી છે.
 • સરસપુર,બાપુનગર રોડ બંધ, અનિલ સ્ટાર્ચ રોડ,નૂતન મિલ રોડ બંધ કરાવાયો અને બસોનો રૂટ કાલુપુર સુધી ટુકાવાયો છે.
 • મિરઝાપુરમાંથી પસાર થતી તમામ AMTS બસને તંત્રએ ઈનકમ ટેક્સથી ડાયવર્ટ કરાવાઈ. AMTSની 11 રૂટની 50થી વધારે બસો ડાયવર્ટ કરવામાં આવી છે.
 • અમદાવાદમાં પૂર્વ વિસ્તારની કેટલીક શાળાઓ બંધ કરાવવામાં આવી છે.
 • ગીતામંદિર વિસ્તારમાં દુકાનો બંધ કરાવવામાં આવી.
 • ચાંદખેડામાં સજ્જડ બંધ,દલિતોએ કાઢી જનાક્રોશ રેલી.
 • અમદાવાદના સૈજપુર વિસ્તારમાં ટોળાંએ ચક્કાજામ કર્યો હતો બીઆરટીએસ અને વાહનો અટકાવાયા હતાં
 • અમદાવાદના બાપુનગરમાં ટોળાએ દુકાનો બંધ કરાવી.
 • અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં દેખાવો કરી રહેલા 50 દલિતોની પોલીસે અટકાયત કરી.

કાલે પણ વિરોધ પ્રદર્શન
કાલે ઉનાની ઘટનાને પગલે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર મંજૂરી વગર પ્રતીક ઉપવાસ પર બેસતાં પોલીસે તેમના સહિત 50 લોકોની અટકાયત કરી હતી.  ઉનાની ઘટનાના વિરોધમાં કલેક્ટરને આ આવેદનપત્ર આપ્યા બાદ કલેક્ટર કચેરીની બહાર જ ઉપવાસ પર બેસી ગયા હતા.  તો બીજી તરફ ભારતીય દલિત પેન્થર દ્વારા મંજૂરી વિના રેલી કાઢતા આગેવાનો સહિત 35 લોકોની અટકાયત કરાઈ હતી.