ગુજરાત બંધનું એલાન: રાજ્યમાં કયા-કયાં એસટી બસો બંધ રહેશે જાણવા માટે કરો ક્લિક - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગુજરાત બંધનું એલાન: રાજ્યમાં કયા-કયાં એસટી બસો બંધ રહેશે જાણવા માટે કરો ક્લિક

ગુજરાત બંધનું એલાન: રાજ્યમાં કયા-કયાં એસટી બસો બંધ રહેશે જાણવા માટે કરો ક્લિક

 | 10:22 am IST

ઉનામાં દલિતો પર અત્યાચાર મુદ્દે આજે ગુજરાત બંધનું એલાન કરાયુ છે. જ્યારે રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં એસટી બસ અને એએમટીએસની બસોને બંધ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સજ્જડ બંધ છે.

– અમદાવાદમાં 8 જગ્યાએ BRTS બસ સેવા કરાઈ બંધ

– અમરેલી આવતી અને જતી તમામ એસટી બસોને બંધ કરાઈ, જ્યાં સુધી કલેકટરની મંજૂરી નહીં મળે ત્યાં સુધી બસો ચાલુ નહીં કરાય

– રાજકોટ એસટી બસોને બંધ કરાઈ

– ઉપલેટ અને ધોરાજીમાં પણ એસટી બસોને બંધ કરી દેવાઈ

– રાજકોટ-જૂનાગઢના તમામ રૂટ કેન્સલ કરાયા

-અમદાવાદની વાત કીરએ તો શહેરના કલાપીનગરમાં ટોળાએ શાળાઓ અને AMTSની બસો બંધ કરાવી છે.

– જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ધારી સ્વયંભૂ સજ્જડ બંધ છે અને એસ.આર.પી. અને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યુ છે.

– મોરબી રાબેતા મુજબ કોર્યો ચાલુ. કોઈ અસર નહી સ્ફૂલ,કોલેજ,વેપાર રાબેતા મુજબ ચાલુ છે.