ગુજરાત મઝદૂર સંઘનું અધિવેશન જિલ્લામાંથી આગેવાનો ભાગ લેશે - Sandesh
  • Home
  • Bhavnagar
  • ગુજરાત મઝદૂર સંઘનું અધિવેશન જિલ્લામાંથી આગેવાનો ભાગ લેશે

ગુજરાત મઝદૂર સંઘનું અધિવેશન જિલ્લામાંથી આગેવાનો ભાગ લેશે

 | 1:46 am IST

। ભાવનગર ।

ગુજરાત ભરમાં સંગઠીત/ અસંગઠીત શ્રમીકો, સરકારી કર્મચારીઓ, બોર્ડ, નિગમ, પંચાયત, કોર્પોરેશનના કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, ૧૦૮ના કર્મચારીઓ, જી.આઈ.એસ.એફ.ના કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓ, વિદ્યુતના કર્મચારીઓ તથા રેલ્વેના કર્મચારીઓનું એક સંયુક્ત અધિવેશન ગુજરાત મજદુર સંઘના નેજા હેઠળ વિશાળ સંખ્યામાં તા.૦૯-૦૯ના રોજ રવિન્દ્રનાથ ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે યોજાનાર છે જેમા કર્મચારીઓના વિવિધ પ્રશ્ને ઠરાવો કરાશે.

ગુજરાત મજદુર સંઘના આ અધિવેશનમાં ગુજરાત મજદુર સંઘ સાથે જોડાયેલ યુનિયનો ગુજરાત રાજ્ય બોર્ડ, નિગમ, પંચાયત, કોર્પોરેશનના કર્મચારી મહાસંઘ, અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ, અખિલ ગુજરાત આરોગ્ય કર્મચારી સંઘ, ઈ.એમ.આર.આઈ. ૧૦૮ કર્મચારી યુનિયન તથા ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના હોદ્દેદારો, તુષાર વ્યાસ, પ્રભાબેન ચાવડા, કિરણ કવી, ઉદયન રાવળ, રશ્મી આસ્તિક, કૈલાસબેન પરમાર, જયશ્રીબેન રાઠોડ, વર્ષાબેન તળાજીયા, મીનાબેન ડોરીયા, દિપ્તીબેન સુથાર, ગંગાબેન ડામોર, ભરત જાની, ભરત મહેતા, નરેન્દ્રસિંહ વાઘેલા, સુનીલ (રેલ્વે) આનંદ જોષી, કરણસિંહ કચ્છવા, આર.કે.પટેલ, હર્ષદ ઠક્કર, શૈલેષ મોદી, તેજાભાઈ દેસાઈ વિગેરેની આગેવાની હેઠળ ગુજરાત ભરનાં કર્મચારી ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં ભાગ લે તે માટે તનતોડ મહેનત કરી અધિવેશનને સફળ બનાવવાના સંકલ્પમાં લાગી ગયા છે તેમ ગુજરાત મજદુર સંઘની અખબારી યાદીમાં જણાવેલ છે.

;