ગુજસીટોકના આરોપીને ઘરે લઇ જવાની સુવિધા બદલ રાજકોટના PSI, ૨ જવાન સસ્પેન્ડ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગુજસીટોકના આરોપીને ઘરે લઇ જવાની સુવિધા બદલ રાજકોટના PSI, ૨ જવાન સસ્પેન્ડ

ગુજસીટોકના આરોપીને ઘરે લઇ જવાની સુવિધા બદલ રાજકોટના PSI, ૨ જવાન સસ્પેન્ડ

 | 5:09 am IST
  • Share

  • અમરેલીમાં કોર્ટની મુદત બાદ જેલભેગો કરવાને બદલે પરિવાર પાસે લઇ ગયા
  • ગાંધીગ્રામના PSI ગઢવી અને હેડ ક્વાર્ટરના ૨ જવાનનો વિડીયો અમરેલી SP પાસે પહોંચ્યો

। રાજકોટ । ગુજસીટોક જેવા ગંભીર ગુનાના આરોપીને કોર્ટ મુદત બાદ પરિવાર સાથે મુલાકાત કરાવવાનું રાજકોટના એક ફેજદાર અને બે કોન્સ્ટેબલને ભારે પડયું છે અમરેલીના ગુજસીટોકના આરોપીને અમરેલી કોર્ટ મુદત બાદ આપેલી સવલતોનો વિડીયો એસપી સુધી પહોચતા એસપીએ રાજકોટ સીપીને પુરાવા સાથે રીપોર્ટ કરતા પોલીસ કમિશનરે ત્રણેયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ બેડામાં ચકચાર જગાવનાર ઘટના અંગે એસીપી પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું કે અમરેલીના ગુજસીટોકના ગુનામાં એક આરોપી શૈલેશ ચાંદુ રાજકોટ જેલમાં ખસેડાયેલ હતો જેને તાજેતરમાં અમરેલી કોર્ટમાં મુદત હોય ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના બજરંગવાડી પોલીસ ચોકીના પીએસઆઈ એમ બી ગઢવી અને હેડ ક્વાટરના બે કોન્સ્ટેબલ વીરેન્દ્રસિહ અને પુર્વજીતસિહ સહિતનો સ્ટાફ્ સરકારી વાહનમાં અમરેલી કોર્ટ મુદતે લઇ ગયા હતા કોર્ટ મુદત પૂરી થયા બાદ સરકારી વાહનમાં રાજકોટ આવવાને બદલે પીએસઆઈ ગઢવી અને બંને કોન્સ્ટેબલ આરોપીને તેના ઘરે લઇ ગયા હતા અને ત્યાં તેના પરિવારજનો સાથે મુલાકાત કરાવી હતી આ સમગ્ર ઘટનાનો કોઈ જાગૃત નાગરિકે વિડીયો ઉતારી લીધો હતો અને અમરેલી એસપી નિર્લિપ્ત રોયને સેન્ડ કર્યો હતો જેથી એસપી નિર્લિપ્ત રોયે વિડીયો આધારે તપાસ કરી બેદરકારી જણાતા આ અંગે રીપોર્ટ તૈયાર કરી રાજકોટ પોલીસ કમિશનરને વીડિયોના પુરાવા સાથે રીપોર્ટ સુપ્રત કર્યો હતો અને પગલા લેવા જણાવ્યું હતું જે રીપોર્ટ આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ફ્રજમાં બેદરકારી દાખવનાર પીએસઆઈ અને બંને કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા આરોપીને સવલતો આપવી પીએસઆઈ અનેબંને કોન્સ્ટેબલને ભારે પડી હતી અને ઘરે બેસવાનો વખત આવ્યો છે ફેજદાર સહીત ત્રણ પોલીસમેનને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે સનસનાટી મચી જવા પામી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો