ગુરુનું મકર રાશિમાં ભ્રમણ તમારી રાશિને કેવું ફળ આપશે? - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ગુરુનું મકર રાશિમાં ભ્રમણ તમારી રાશિને કેવું ફળ આપશે?

ગુરુનું મકર રાશિમાં ભ્રમણ તમારી રાશિને કેવું ફળ આપશે?

 | 12:30 am IST
  • Share

થોડા દિવસ પહેલાં જ શિક્ષક દિવસ ઉજવાયો, આ સાથે સાથે બ્રહ્માંડમાં પણ દેવોના શિક્ષક ગુરુદેવ તારીખ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુદેવનું આ ભ્રમણ તારીખ ૨૦ નવેમ્બર, ૨૦૨૧ સુધી મકર રાશિમાં રહેશે ત્યારબાદ તે પરત કુંભ રાશિમાં પાછા ફ્રશે. કોઈ પણ ગ્રહ જ્યારે પાછળની રાશિમાં જાય ત્યારે તેની ગતિ વક્રી છે તેમ કહેવામાં આવે છે. સત્યતઃ કોઈ ગ્રહ પાછળની રાશિમાં ઊંધો નથી ચાલતો (સિવાય રાહુ-કેતુ) પરંતુ પૃથ્વી અને તે ગ્રહની ભ્રમણકક્ષા અલગ હોવાને કારણે જેમ પૃથ્વી તે ગ્રહની નજીક આવીને તે ગ્રહની કક્ષા ઓળંગે એટલે પૃથ્વી પરથી તે ગ્રહ વક્રી સ્થિતિમાં હોવાનો આભાસ થાય છે. જેમ આપણે રેલગાડીમાં હોઈએ ત્યારે બધી વસ્તુઓ પાછળ જતી હોવાનો ભાસ થાય છે તે જ પ્રમાણે પૃથ્વી પરથી જે તે ગ્રહને ઓળંગતા તે વક્રી હોવાનો ભાસ  થાય છે.  હકીકતમાં તે પૃથ્વીની વધુ નજીકથી પસાર થાય છે જેના લીધે તે ગ્રહનું બળ વધી જાય છે. નીચે આપેલ શાસ્ત્ર્રોક્ત શ્લોક દ્વારા આપણે વક્રી ગ્રહનો અર્થ સમજીએઃ

વક્રંગતો રુચિરરશ્મિસમૂહ પૂર્ણો, નિચારી-ભાંશ સાહિતોઅપિ ભવેત્સ ખેટઃ ।

વીર્યાન્વિતસ્તુ હીનરશ્મિરિવોચ્ચ મિત્ર, સ્વક્ષેત્રગોઅપિ વિવલો હૃત-દિધિતિશ્ચેત ।।

અર્થાત, જો કોઈ ગ્રહ નીચ રાશિમાં, શત્રુ રાશિમાં અથવા નીચનો થઈને નવાંશમાં હોય, પરંતુ તે વક્રી હોય તો તેને બળશાળી સમજવું, પરંતુ મિત્ર રાશિમાં, સ્વગૃહી અથવા ઉચ્ચનો થઈને ગ્રહ અસ્તનો હોય તો તે બળહીન ગણાય. આમ, સાદી  સરળ ભાષામાં મુદ્દાની વાત એ છે કે નીચનો ગ્રહ પણ વક્રી બને ત્યારે ઉચ્ચનો થઇ જાય. સામાન્ય રીતે ગુરુ મકર રાશિમાં નીચનો ગણાય, પરંતુ અહીં તે વક્રી હોવાના કારણે બળ પામે છે અને તે નૈર્સિગક રીતે શુભગ્રહ હોવાથી સારું પરિણામ આપશે. તદુપરાંત અહીં બિરાજમાન સ્વગ્રહી શનિ નીચભંગ રાજયોગનું સર્જન કરે છે.

ગુરુનું આ ભ્રમણ દરેક રાશિ પર કેવું રહેશે?

મેષ રાશિ ઃ મેષ રાશિના જાતકોને ગુરુનું ભ્રમણ દસમાં કર્મસ્થાને થવાથી કાર્યક્ષેત્રમાં ઉન્નતિ અપાવે. જ્ઞાાનવર્ધક અથવા નવી સ્કિલવાળો પ્રોજેક્ટ મળે અને તેનાથી ઉન્નતિ થાય. ટૂંકમાં કાર્યક્ષેત્રે નવી તકો મળી રહે.

વૃષભ રાશિ ઃ વૃષભના જાતકોની ચંદ્રકુંડળીમાં ગુરુદેવ ભાગ્ય સ્થાને ભ્રમણ કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ, સમાજમાં પ્રશંસા, ધનપ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ તથા ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ બને. ખુશહાલીના યોગ બની રહે.

મિથુન રાશિઃ આ જાતકોને ગુરુદેવ આઠમા સ્થાને ભ્રમણ કરતો હોવાથી આ ગુરુનું ભ્રમણ આધ્યાત્મિક રીતે આપને ઉન્નતિ કરાવે. આપ આપના ઇષ્ટદેવ સાથે અલગ પ્રકારનું આંતરિક કનેક્શન અનુભવ કરો, પરંતુ યાત્રાઓથી કષ્ટ પ્રાપ્ત થાય.

કર્ક રાશિ ઃ ગુરુનું આપની રાશિથી સાતમ સ્થાને ભ્રમણ ઉત્તમ ગણાય. સરકાર તરફ્થી અથવા સમાજ તરફ્થી સન્માન મળવાના યોગ. સ્ત્ર્રીસુખ તથા ધનલાભ-વાહનલાભ થાય. મનમાં શુભ ગુણોનો વધારો થાય તેમજ વેપાર-યાત્રાથી લાભ.

સિંહ રાશિ ઃ   આ જાતકોને ગુરુ છઠ્ઠા સ્થાને ભ્રમણ કરતો હોવાથી વિજાતીય વ્યક્તિ સાથે ઝઘડો કરાવે. માનહાનિ ન થાય તેનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં ખાસ કરીને નોકરિયાતો ને અસંતોષ થાય. તબિયતની સંભાળ રાખવી.

કન્યા રાશિ ઃ  ગુરુ આપની ચંદ્રરાશિથી પાંચમે ભ્રમણ કરે છે જે ખૂબ જ શુભ ભ્રમણ ગણાય. કોઈ પણ સ્થિર લાભ મળે જેની અસર લાંબા સમય સુધી રહે. કોઈ નવી પદ-પ્રાપ્તિ થાય અથવા કોઈ જોબ/પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેમાં સફ્ળતા મળે. ઘરમાં શુભ પ્રસંગના યોગ. આકસ્મિક ધનલાભ થાય. 

તુલા રાશિઃ તુલારાશિના જાતકોને ગુરુદેવનું ભ્રમણ ચોથા સુખસ્થાને થતું હોવાથી કર્મ્ફ્ટ અને લકઝરીમાં વધારો કરે. કુટુંબના સદસ્યો સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવું.

વૃિૃક રાશિ ઃ આ જાતકોને ગુરુનું ભ્રમણ ત્રીજા પરાક્રમ સ્થાને થાય જે થોડું શારીરિક કષ્ટ આપે. નોકરીના સ્થળે ઝંઝટ ને મુશ્કેલીઓનો સામનો થાય. યાત્રાથી કષ્ટ થાય. ગુરુ પરાક્રમમાં વધારો જરૃર કરે.

ધન રાશિ ઃ  આ જાતકોને ગુરુનું ભ્રમણ બીજા સ્થાને થતું હોવાથી તેમની પાંચે આંગળીઓ ઘીમાં રહે. સ્થાયી પ્રકારનો ધનલાભ થાય. કુટુંબમાં શાંતિ, સમજ તથા માંગલિક પ્રસંગ બને. નેમ-ફ્ેમમાં વધારો થાય. ટૂંકમાં, ખૂબ પ્રગતિ થાય.

મકર રાશિ ઃ મકરના જાતકોને ગુરુદેવ પોતાની જ રાશિમાં ભ્રમણ કરતાં હોવાથી સ્વભાવમાં શુભતા તેમજ આંતરિક બળ પૂરું પાડે. વ્યક્તિ વિશેષની આભા તથા ઓરામાં અલગ પ્રકારની સકારાત્મકતા ઝળકે. ગુરુ મેદનો કારક હોવાથી શરીરમાં કોલેસ્ટેરોલ તથા ફ્ેટ ન વધે તેનું ધ્યાન રાખવું.

કુંભ રાશિ ઃ આ જાતકોને ગુરુનું ભ્રમણ બારમે થતું હોવાથી વ્યયમાં વધારો કરે. યાત્રાઓમાં બાધા લાવે. વિઝા રિજેક્ટ થવાના ચાન્સ વધારે. કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ કલંકિત ન કરે તેનું ધ્યાન રાખવું. ખાનપાન તથા વ્યાયામ પર ધ્યાન રાખવું.

મીન રાશિ ઃ મીનના જાતકોને ગુરુદેવનું અગિયારમા લાભ સ્થાનમાં ભ્રમણ આવકમાં વધારો કરે. મીન રાશિના કુંવારા લોકોના વિવાહના યોગ બને. ધન-માનમાં વૃદ્ધિ અપાવે. વ્યાપારમાં વૃદ્ધિ તેમજ ધન-વૈભવ-વિલાસમાં વધારો કરે.

ખાસ ટીપ ઃ સવારે નાહી-ધોઈને મસ્તક (આજ્ઞાાચક્ર) પર કેસરનું તિલક કરવાથી દિવસભર બૃહસ્પતિ દેવની અમીદૃષ્ટિ બની રહે.     – પલક એચ. મહેતા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો