ગુરૃર્પૂિણમાએ વિદ્યાર્થીઓના વિકાસ માટે ગામમાં બસ સેવા શરૃ કરવા માગ - Sandesh
  • Home
  • Baroda
  • ગુરૃર્પૂિણમાએ વિદ્યાર્થીઓના વિકાસ માટે ગામમાં બસ સેવા શરૃ કરવા માગ

ગુરૃર્પૂિણમાએ વિદ્યાર્થીઓના વિકાસ માટે ગામમાં બસ સેવા શરૃ કરવા માગ

 | 8:31 pm IST

પાદરા, તા. ૧૯

ગુરૃ ર્પૂિણમાની પૂર્વ સંધ્યાએ ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જેને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેવા પાદરા તાલુકાના જબાલપુરા ગામના આચાર્ય રમણભાઇ એમ. લિંબચીયાની મુલાકાત લીધી હતી. જેમને ગુજરાત સરકારે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરેલ છે.

  • ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્યએ રજૂઆત કરી

આવા જબાલપુરાના આચાર્યએ વિદ્યાર્થીઓના વિકાસ માટે અર્થાત માનવ જીવનના વિકાસ માટે શિક્ષણ એ અતિ આવશ્યક અને અનિવાર્ય પરિબળ છે. ત્યારે જબાલપુરાની ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધો. ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ થયા પછી ધો. ૧૧ અને ૧૨ ભણવા માટે બાજુના ગામ મોભા મુકામે ચાલતા અથવા સાયકલ લઇને જવું પડે છે. અને ધોરણ ૧૨ પાસ કર્યા પછી મુવાલ- પાદરા – વડોદરા – જેવા મોટા શહેરમાં કોલેજ કરવા જવું પડે છે. આવા વિદ્યાર્થીઓને તેમજ ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

છેલ્લા ૧૫ વર્ષથી આ ગામની પ્રજા અને વિદ્યાર્થીઓને આવી હાલાકીનો સામનો કરવો પડે છે. બસ સેવા ન મળવાથી ગામને અનેક પ્રકારની સામાજિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. જેથી રમણભાઇ દ્વારા બસ સેવા શરૃ કરવા માગ કરાઇ છે.