ગુસ્સો અને માફી બંને સાથોસાથ - Sandesh
  • Home
  • Entertainment
  • ગુસ્સો અને માફી બંને સાથોસાથ

ગુસ્સો અને માફી બંને સાથોસાથ

 | 2:17 am IST

કેનેડિયન લોકપ્રિય ગાયક અને ગીતકાર જસ્ટીન બીબર એક પર્ફોર્મન્સ દરમિયાન ચાહક પર ગુસ્સે થઈ ગયો હતો. વાત એમ બની કે અમેરિકાના એટલાન્ટિક સિટીમાં એક સ્ટેજ શો સમયે આ ઘટના ઘટી હતી. વાત એમ બની કે જસ્ટીન બીબર સ્ટેજ પર પર્ફોર્મન્સ આપી રહ્યો હતો. તે સમયે એક યુવતીએ ભેટરૃપે આપતા પોતાની ટોપી સ્ટેજ પર ફેંકી હતી. બીબરે ચાલુ કાર્યક્રમે કહ્યું કે, તું જે કંઈ પણ મંચ પર ફેંકવાનો પ્રયત્ન કરી રહી છે, પછી તે તારી ટોપી હોય કે બીજું કંઈ. પણ મારે તેમાંથી કશું જોઈતુ નથી.  જો કે બીબરને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેણે પોતાના આ નિવેદન પર માફી માગી અને કહ્યું કે, આ ઘટનાએ સંગીતના રસાસ્વાદને ફીક્કો કરી દીધો. જસ્ટીન બીબર માત્ર બાવીસ વર્ષનો છે અને દુનિયાભરમાં તેના ચાહકો છે. સારું છે બીબરને તાત્કાલિક પોતાની ભૂલ સમજાઈ ગઈ બાકી તેના ચાહકોમાં ખોટો મેસેજ ગયો હોત!