ગોંડલઃ ભોજપરા GIDC માંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગોંડલઃ ભોજપરા GIDC માંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું

ગોંડલઃ ભોજપરા GIDC માંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું

 | 5:20 am IST
  • Share

  • કેમિકલ અને એસન્સ નાખી ગાયનું શુદ્ધ ઘી બનાવાતું હતું
  • બે શખસોની ધરપકડઃફ્ેકટરીમાં રૂ. ૭,૨૩,૨૮૦નો જથ્થો સિઝ

। ગોંડલ । ગોંડલ તાલુકાના ભોજપરા ય્ૈંડ્ઢઝ્ર માંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતુ.આરોગ્ય સાથે ચેડાં કરતા ૨ શખ્સોને રૂ. ૭,૨૩,૨૮૦નો જથ્થા સાથે ઝડપી લેવામા આવ્યા હતા.
ગોંડલ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, સીપીઆઈએ.બી.ગોહિલની સુચના અન્વયે તાલુકા પોલીસે ભોજપરા જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમા દરોડો પાડતા નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા, કરણભાઇ ભરતભાઇ છગ રહે. બન્ને ગોંડલના ગોડાઉનમાં દરોડો પાડતા કોઇપણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા વગર કેમીકલ, એસન્સ જેવા પદાર્થોનુ ભેળસેળ કરી.
શ્રાી સહજ કાઉ ઘી (ગીરીરાજ ફ્ુડસ) નામ આપી ભેળસેળયુકત ઘી બનાવતી ફ્ેકટરીમાં મોટા પ્રમાણમાં ભેળસેળયુકત ઘી નુ ઉત્પાદન કરવામાં આવતું અને જથ્થાબંધ વેચાણ પણ કરતા સમગ્ર બાબતની જાણ ફ્ુડ એન્ડ ડ્રગ વિભાગ રાજકોટને કરતા સ્થળ પર બોલાવી સેમ્પલ લઈને ચેક કરતા સેમ્પલ ફ્ેઈલ જતા બન્ને શખ્સો નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા લુહાણા, રહે ગોંડલ ભવનાથ ૨, કરણભાઇ ભરતભાઇ છગ લુહાણા, ઉ.વ.૩૦ રહે. ગોંડલ હેપીહોમ સોસાયટીને કુલ મુદામાલ કિમત રૂ. ૭,૨૩,૨૮૦ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો