ગોંડલના ભોજપરા જીઆઇડીસીમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું ઝડપાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગોંડલના ભોજપરા જીઆઇડીસીમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું ઝડપાયું

ગોંડલના ભોજપરા જીઆઇડીસીમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું ઝડપાયું

 | 4:41 am IST
  • Share

 ફેક્ટરીમાં કેમિકલ અને એસેન્સનું મિશ્રણ કરીને ઘી બનાવાતું હતું

જનઆરોગ્ય સાથે ચેડાં કરતા બે શખ્સોની ધરપકડ : રૂ. 7,23,280નો જથ્થો ઝડપાયો

ગોંડલ તાલુકાના ભોજપરા ય્ૈંડ્ઢઝ્રમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું. આરોગ્ય સાથે ચેડાં કરતા બે શખ્સોને રૂ. 7,23,280નો જથ્થા સાથે ઝડપી લેવામા આવ્યા હતા.

ગોંડલ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, સીપીઆઈએ.બી.ગોહિલની સુચના અન્વયે તાલુકા પોલીસે ભોજપરા જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમા દરોડો પાડતા  નીલેષભાઇ કારીયા, કરણભાઇ છગ રહે. બન્ને ગોંડલના ગોડાઉનમાં દરોડો પાડતા કોઇપણ જાતના લાઈસન્સ કે આધાર પુરાવા વગર કેમીકલ, એસન્સ જેવા પદાર્થોનું ભેળસેળ કરી  શ્રી સહજ કાઉ ઘી (ગીરીરાજ ફ્ુડસ) નામ આપી ભેળસેળયુકત ઘી બનાવતી ફ્ેક્ટરીમાં મોટા પ્રમાણમાં ભેળસેળયુકત ઘીનુ ઉત્પાદન કરાતું અને જથ્થાબંધ વેચાણ પણ કરતા સમગ્ર બાબતની જાણ ફ્ૂડ એન્ડ ડ્રગ વિભાગ રાજકોટને કરતા સ્થળ પર બોલાવી સેમ્પલ લઈને ચેક કરતા સેમ્પલ ફ્ેઈલ જતા બન્ને શખ્સો નીલેષભાઇ લુહાણા ઔતથા કરણભાઇ લુહાણાને ઔકુલ મુદામાલ કિમત રૂ. 7,23,280 સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો