ગોંડલમાંથી પ્રતિબંધિત ઓકસિટોસીન ઈન્જેકશનનો જથ્થો મળી આવ્યો - Sandesh
 • Home
 • Newspaper
 • ગોંડલમાંથી પ્રતિબંધિત ઓકસિટોસીન ઈન્જેકશનનો જથ્થો મળી આવ્યો

ગોંડલમાંથી પ્રતિબંધિત ઓકસિટોસીન ઈન્જેકશનનો જથ્થો મળી આવ્યો

 | 12:17 am IST

 • પોલીસને બગાસુ ખાતુ પતાસુ મળ્યું
 • ટ્રાન્સપોર્ટર ભુલથી પ્રધાનમંત્રી જનઔષધીની દુકાને પાર્સલ મુકી ગયો
  ગોંડલ : ગોંડલમાં આવે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતે એક ટ્રાન્સપોર્ટર દ્વારા ભુલથી પ્રતિબંધિત ઓકસિટોસીન ઈન્જેકશનનો જથ્થો મુકી ગયા બાદ દુકાનદારે પોલીસેને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરતા આ જથ્થો કરિયાણાના વેપારીએ મંગાવ્યો હોવાનું જણાતા તે વેપારીની ધરપકડ કરવામાં આવી હતી.
  શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતે સવારના સુમારે ઈન્જેકશન ભરેલા બોકસનું પાર્સલ આવતા કેન્દ્રના સંચાલક હીરેનભાઈ ધુલિયા દ્વારા તેને ખોલી તપાસ કરતા તેમાં પ્રતિબંધિત ઈન્જેકશનનો જથ્થો ૧૦૦૦ નંગ મળી આવતા તેઓ ચોકી ઉઠયા હતા અને તુરંત જ સીટી પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.દરમિયાન પોલીસ તપાસમાં આ જથ્થો ભગવતપરા ખાતે ચમનલાલ જાદવજી નામે કરિયાણાની પેઢી ધરાવતા પરેશ ચમનલાલ કારીયા દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસમાં લુલો બચાવ કરતા વેપારીએ જણાવેલ હતું ક. તેઓ પાસે ગ્રામ્ય વિસ્તારના ખેડૂત શાકભાજી તેમજ કપાસનો ગ્રોથ વધારવા માટે આવા ઈન્જેકશનો મંગાવે છે અને આ જથ્થો બીજી વખત મંગાવવામાં આવ્યો હોવાનું તેમણે જણાવેલ હતું. અખ્તર નામનો શખ્સ જથ્થો પહોચાડતો હોવાનું વધુમાં જણાવેલ હતું.આ ઈન્જેકશનનો વ્યાપક ઉપયોગ દુધાળા પશુ પર કેટલાક લોકો કરી રહ્યા છે.
  જેથી કરીને ગાય કે ભેંસ વધુ દુધ આપી શકે છે,પરંતુ આ ઈન્જેકશનની આડઅસરમાં પશુઓ તેની વયમર્યાદા કરતા વહેલા મોતને ભેટે છે.પોલીસ દ્વારા અખ્તર અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવવવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.