ગોંડલમાં કાતિલ ઠંડીમાં મર્ડર, ગોદડા માટે માથું ફાડી નાખ્યું - Sandesh
 • Home
 • Jamnagar
 • ગોંડલમાં કાતિલ ઠંડીમાં મર્ડર, ગોદડા માટે માથું ફાડી નાખ્યું

ગોંડલમાં કાતિલ ઠંડીમાં મર્ડર, ગોદડા માટે માથું ફાડી નાખ્યું

 | 12:21 am IST

 • ઉત્તરાયણે થયેલી આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો
 • હત્યારા આરોપીની ધરપકડ કરતી પોલીસ
  ગોંડલ : ગોંડલ શહેરના સેન્ટ્રલ ટોકીઝ પાસે મહાવીર શોપિંગ સેન્ટર ના ત્રીજા માળે હત્યા કરાયેલ હાલતમાં મળી આવેલ આધેડની લાશનો ભેદ ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા ઉકેલી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કાતિલ ઠંડીમાં ગોદડા માટે માથાકૂટ થતા પથ્થરથી માથુ ફાડી નાખી હત્યા કરાઈ હતી.
  પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મહાવીર શોપિંગ સેન્ટર ના ત્રીજા માળે મંગળવાર રાત્રિના અજાણ્યા આધેડની હત્યા કરાયેલ લાશ મળી આવતા શહેર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ડી-સ્ટાફ્ના નરેન્દ્રસિંહ જાડેજા તેમજ પરાક્રમસિંહ ઝાલાની બાતમીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપી શખ્સની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
  હત્યાની ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિ ની રાત્રે રાજુ મરાઠી અને રાણાવાવ તાલુકાના અમરદળ ગામના ચીમન સાજણ ભાઈ ડોડીયા મહાવીર શોપિંગ સેન્ટરના ત્રીજા માળે સુવા માટે ગયા હતા જ્યાં બંને વચ્ચે ગોદડા માટે ઝગડો થતા ઉશ્કેરાયેલ રાજુ મરાઠીએ પથ્થરના ઘા ચીમનના માથા પર મારતા તેનું મોત નીપજ્યું હતું અને હત્યા નિપજાવ્યા બાદ રાજુ મરાઠી નાસી છુટયો હતો.
  બાદમાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કરી આરોપી રાજુ મરાઠીને સેન્ટ્રલ ટોકીઝ ચોકમાંથી જ દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, ઉપરોક્ત બંને શકશો રખડતું ભટકતું જીવન જીવતા હોવાનું પોલીસસૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન