ગોંડલમાં ફ્ેસબૂકમાં કલાકાર વિષે ભડકાઉ કોમેન્ટ કરનાર કોંગ્રેસના બે આગેવાનોની ધરપકડ થઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગોંડલમાં ફ્ેસબૂકમાં કલાકાર વિષે ભડકાઉ કોમેન્ટ કરનાર કોંગ્રેસના બે આગેવાનોની ધરપકડ થઈ

ગોંડલમાં ફ્ેસબૂકમાં કલાકાર વિષે ભડકાઉ કોમેન્ટ કરનાર કોંગ્રેસના બે આગેવાનોની ધરપકડ થઈ

 | 5:15 am IST
  • Share

  • ગણેશોત્સવના આયોજનમાં ડાયરા સંદર્ભે
  • સરદાર પટેલ વિષે ઘસાતું બોલનાર કલાકાર સામે વિરોધ

। રાજકોટ । ગોંડલ ખાતે યોજાયેલ ગણેશોત્સવમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત કોંગ્રેસના બે આગેવાનોએ સરદાર પટેલ વિષે ઘસાતું બોલનાર કલાકાર સામે વિરોધ ઠાલવતી ભડકાઉ કોમેન્ટ ફ્ેસબુકમાં કરતા પોલીસે ગુનો નોંધી બંનેેની ધરપકડ કરી હતી.
ગોંડલ સીટી પોલીસમાં ફ્રજ બજાવતા વિશાલભાઈ ધીરજલાલ ગઢાદરા નામના પોલીસ કોન્સ્ટેબલે કોંગ્રેસના આગેવાનો લલીતભાઈ પટોળીયા અને દિનેશભાઈ પાતર સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફ્રિયાદમાં જણાવ્યું હતું કે કોલેજ ચોકમા ૧૪ તારીખે ગોંડલકા રાજા ગણેશોત્સવમાં કલાકાર દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય જે સંદર્ભે બંને શખસોએ પોતપોતાના ફ્ેસબુક પેજ ઉપર હુલ્લડ ફટી નીકળે તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી જેમાં લલીતભાઈએ આજે દેવલાનો ડાયરો કે ડખો *ગોંડલના પટેલોનો પાવર જોઈ સત્તા ભૂખ્યા રબ્બર સ્ટેમ્પ પટેલો આવા હરામી સામે છક્કાઓ બાપને ગાળો દે* સહીત પટેલ સમાજને સંબોધીને કોમેન્ટ કરી હતી જયારે દિનેશભાઈએ પાટીદાર સમાજના મોભી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું જાહેરમાં અપમાનિત કરનાર દેવાયત ગોંડલ નગરપાલિકામાં આવવાનો છે જેથી સમસ્ત સમાજની લાગણી દુભાઈ છે તેવી કોમેન્ટ કરીહતી આ કોમેન્ટથી વૈમનસ્ય ઉભું થાય તેમજ હુલ્લડ ફટી નીકળે તેવી સ્થિતિ હોવાથી બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોક સાહિત્ય કલાકાર દેવાયતભાઈ ખવડનો ગત રાત્રે ગોંડલમાં લોક ડાયરો હતો ત્યારે તેમના જુના વિડીયોનો હવાલો આપી ઉપરોક્ત આગેવાનો દ્વારા ગોંડલની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરાયો હોય પોલીસે તાકીદે પગલા લઇ કાર્યવાહી હાથ ધરી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન