ગોંડલ ચોકડીથી રાજકોટ આવતી ૨૭૦ બસના ભાડામાં રૂ.૮થી ૧૨નો વધારો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Jamnagar
  • ગોંડલ ચોકડીથી રાજકોટ આવતી ૨૭૦ બસના ભાડામાં રૂ.૮થી ૧૨નો વધારો

ગોંડલ ચોકડીથી રાજકોટ આવતી ૨૭૦ બસના ભાડામાં રૂ.૮થી ૧૨નો વધારો

 | 6:29 am IST
  • Share

  • ઓવરબ્રીજને લીધે ૯ કી.મી. વધતા એસટીએ ભાડું વધાર્યુ
  • એક વર્ષ સુધી મુસાફ્રોએ ભાડા વધારો કરવો પડશે સહન
  • રાજકોટઃ શહેરની ગોંડલ ચોકડીએ ઓવરબ્રીજના લીધે ડાયવર્ઝનને કારણે રાજકોટ આવતી બસના ભાડામાં એસટી વિભાગે વધારો કરતા મુસાફ્રોને મોંઘવારી વચ્ચે બસ ભાડામાં વધારાનો ડામ સહન કરવો પડશે. ગોંડલ ચોકડીથી રાજકોટ આવતી બસના ભાડામાં રૂ.૮ થી ૧૨ નો અધધ વધારો થયો છે.
    રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું કે, ગોંડલ ચોકડીએ ઓવરબ્રીજ હોવાથી એસટીને ૯.૮ કિલોમીટર ડાયવર્ટ થઇને ચલાવવી પડે છે. જેથી ત્યાંથી આવતી ૨૭૦ બસના ભાડામાં રૂ.૮ થી ૧૨ નો વધારો મંગળવારથી લાગુ કરાયો છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈ વે ઓથોરીટી આ બ્રીજ બનાવી રહી છે જે એક વર્ષ બાદ તૈયાર થશે અને ત્યાં સુધી એસટી મુસાફ્રોએ ભાડા વધારાનો ડામ સહન કરવો પડશે. સિવીલ હોસ્પિટલબ્રીજના કામને કારણે અમદાવાદથી આવતી બસના ભાડામાં વધારાનો માર મુસાફ્રો સહન કરી રહ્યા છે ત્યારે વધુ એક ઓવરબ્રીજના કારણે એસટી ભાડામાં વધારો મોંઘવારીનો માર સહન કરતી પ્રજા પર પડયા પર પાટુ સમાન છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો