ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીમાં કંગાળ ૧૮% મતદાન - Sandesh
 • Home
 • Jamnagar
 • ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીમાં કંગાળ ૧૮% મતદાન

ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીમાં કંગાળ ૧૮% મતદાન

 | 6:10 am IST

 • પ્રારંભિક મતગણનામાં ભાજપ પ્રેરિત પેનલ આગળ
 • ગોંડલઃ અડધા લાખથી વધુ સભાસદો ધરાવતી સૌરાષ્ટ્રમાં અગ્રગણ્ય ગણાતી ગોંડલ નાગરીક સહકારી બેન્કની યોજાયેલ ચુંટણીમા પચાસ હજાર પાંચસો સભાસદો પૈકી નવ હજાર ત્રણસો નું મતદાન થતાં એકંદરે ૧૮.૬૦ % જેવું મતદાન થવાં પામ્યું હતું.ધુરંધર ઉમેદવારો સાથે પેનલો ચુંટણી લડતી હોય બન્ને પક્ષે એડીચોટી નું જોર લગાવવાં છતાં મતદાન નિરશ રહેવાં પામ્યું હતું.
  માત્ર ગોંડલ પંથકમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં નામનાં ધરાવતી રાજકોટ,જશદણ,શાપર વેરાવળ સહીત આઠ જેટલી શાખા ધરાવતી ગોંડલ નાગરીક સહકારી બેન્ક ની દશ વષઁ બાદ ચુંટણી યોજાઇ હતી.આ પહેલાં ડેલીગેટ પ્રથા લાગું હતી.૨૫૭ કરોડ ની ડીપોઝીટ તથાં ૨૬ કરોડનું રિઝવઁ ફ્ંડ ધરાવતી નાગરીક સહકારી બેન્ક ની સ્થાપના સને.૧૯૫૭ માં થવાં પામી હતી.સ્વ.મહેશભાઈ પારેખ લાંબા સમય દરમ્યાન ચેરમેન રહ્યાં હતાં.બાદ માં જયંતિભાઇ ઢોલ દશ વર્ષ,સ્વ.ગોવિંદભાઇ દેશાઇ ચાર વષઁ,તેમનાં પુત્ર યતિશભાઇ દેસાઇ નવ વષઁ ચેરમેન રહ્યાં હતાં.
  આજે યોજાયેલ ચુંટણી માં દેરડી,જશદણ,રાજકોટ સહીતનાં સભાસદોએ ઉમળકા ભેર મતદાન કર્યુ હતું.મતદાન સવારે નવ કલાકે શરું થયું હતું.બપોર નાં એક વાગ્યાં સુધીમાં ૫૫૦૦ મત પડયાં હતાં.
  ચુંટણીમાં પોરબંદર લોકસભા સાંસદ રમેશભાઈ ધડુક,પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,સહકારી આગેવાન જયંતિભાઇ ઢોલ,પુવઁ ચેરમેન યતિશભાઇ દેસાઇ,ઓમદેવસિંહ જાડેજા ઉમેદવાર હોય રસાકસી સર્જાવા પામી હતી.મતદાન દરમ્યાન ધારાસભા ની ચુંટણી જેવો માહોલ સર્જાયો હતો.ઉલ્લેખનીય છે કે અગાઉ જયારે ડેેલીગેટ પ્રથા હતી ત્યારે પણ યતીશ દેસાઈ જુથનો વિજય થયો હતો અને ઢોલ જુથનો પરાજય થયો હતો. હવે આ ચુટણીમાં શું પરિણામ આવે છે એના તરફ બધાની મીટ મંડાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન