ગોંડલ નાગરિક બેન્ક ઉપર એક દાયકા બાદ ભાજપનો ભગવો - Sandesh
 • Home
 • Jamnagar
 • ગોંડલ નાગરિક બેન્ક ઉપર એક દાયકા બાદ ભાજપનો ભગવો

ગોંડલ નાગરિક બેન્ક ઉપર એક દાયકા બાદ ભાજપનો ભગવો

 | 6:46 am IST

 • સાંસદ વિરૂધ્ધ પૂર્વ સ્ન્છ જાડેજા, યતિશ દેસાઈ, ઓમદેવસિંહ વિજ્યી
 • ગોંડલઃ પ્રતિષ્ઠા નાં જંગ સમી બનેલી ગોંડલ નાગરીક સહકારી બેન્ક ની ચુંટણી નાં પરીણામ જાહેર થતાં ભાજપ પ્રેરીત પેનલ નાં આઠ ઉમેદવારો નો વિજય થવાં પામ્યો છે.
  સાંસદ રમેશભાઈ ધડુક,પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,બેન્ક નાં માજી ચેરમેન અને સહકારી આગેવાન જયંતિભાઇ ઢોલ નો વિજય થવાં પામ્યો છે.
  જયારે પ્રતિસ્પર્ધી પેનલમાં બેન્ક નાં પૂવઁ ચેરમેન યતિશભાઇ દેસાઇ તથાં તેમનાં સાથીદાર ઓમદેવસિંહ જાડેજા વિજયી બન્યાં છે.
  પાતળી સરસાઇ સાથે ભાજપ પ્રેરીત પેનલ નાં ઉમેદવારો આગળ રહ્યાં હતાં તેમ છતાં ગણતરી નાં અંત માં બે ઉમેદવારો પરાજિત થયાં હતાં.બીજી બાજુ આકરી ફઇટ આપી ને યતિશભાઇ દેસાઇ તથાં ઓમદેવસિંહ જાડેજા એ પ્રતિષ્ઠાજનક વિજય પ્રાપ્ત કર્યો હતો.
  સાંસદ રમેશભાઈ ધડુક ૨૩૩ તથાં પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ૧૪૯ મત ની ઠીક કહીં શકાય તેવી લીડ થી વિજય બન્યાં છે.જયારે ભાજપ નાં આગેવાન જયંતિભાઇ ઢોલ માત્ર ૯૯ મત ની પાતળી સરસાઇ સાથે વિજયી બન્યાં છે.
  ભાજપ પ્રેરીત પેનલ નાં ઉમેદવારો રમેશભાઈ ધડુક ને ૪૩૬૦,જયરાજસિંહ જાડેજા ૪૨૭૬,જયંતિભાઇ ઢોલ ૪૨૨૬,ડો.પ્રમોદભાઇ પટેલ ૪૧૭૫,કુરજી ભાઇ વિરડીયા ૪૧૨૭,પ્રહલાદભાઇ પારેખ ૪૦૯૯,શારદાબેન ઢોલ ૪૦૮૦ તથાં દુર્ગાબેન જોશી ૪૦૨૭ મત મળ્યા છે.આ પેનલ નાં કિશોરભાઈ મહેતા અને સુરેશભાઈ ભાલોડી નો પરાજ્ય થયો છે.
  સામાં પક્ષે યતિશભાઇ દેસાઇ ને ૪૧૨૭ તથાં ઓમદેવસિંહ જાડેજા ને ૪૦૧૩ મત મળ્યા છે.જયારે તેમની પેનલ નાં પંકજભાઇ રાયચુરા,પંકજભાઇ આસોદરીયા,વલ્લભભાઈ કનેરીયા,ધીરજલાલ ખાતરા,ગૌરાંગભાઇ મહેતા,હનીભાઇ સચદે,બિનાબેન રૈયાણી, તથાં જયશ્રાીબેન ભટ્ટી નો પરાજ્ય થયો છે.
  ભાજપના બે ઉમેદવારો હાર્યા, યતિશ દેસાઈ જૂથના આઠ પરાજીત
  ગોંડલ ઃ નાગરિક બેન્કમાં છેલ્લા છ માસથી બોડી વિખેરી દેવામાં આવી હતી.એ પૂર્વે યતિશ દેસાઈ અને તેનાથી આગળ ગોવિંદભાઈ દેસાઈ ચેરમેન હતા. બેન્કના ચેરમેનપદે અગાઉ જયંતિભાઈ ઢોલ પણ રહી ચૂકયા છે, કુલ દસ ડિરેકટરોની ચુંટણીમાં ભાજપના ૮ અને યતિસ દેસાઈ સહિત તેમના જૂથના ઓમદેવસિંહ ચોથા અને પાંચમા ક્રમે વિજેતા થયા છે. ભાજપ સમર્પિત કિશોરભાઈ મહેતા અને સુરેશ ભાલોડી હાર પામ્યા છે.
 • પૂર્વ સ્ન્છ જયરાજસિંહ જાડેજાની ઉમેદવારીને સુપ્રિમમાં પડકારાશે
  જન્મટીપની સજા પામેલા ચૂંટણી ના લડી શકેઃ દલીલ
  ગોંડલઃ ગોંડલ નાગરીક સહકારી બેન્ક ની ચુંટણી માં પરીણામ જાહેર થયાં બાદ યતિશભાઇ દેસાઇ તથાં ઓમદેવસિંહ જાડેજા એ ચુંટણી અધિકારી ને રજુઆત કરી ફ્ેર મતગણતરી ની માંગ કરી હતી.આ બન્ને આગેવાનોએ રજુઆત માં જણાવ્યું કે અમારી પેનલ નાં ૪૦૦ મત ખોટી રીતે રદ કરાયાં છે.જેને કારણે અમારાં ઉમેદવારો ને હાર સહેવી પડી છે.ફ્ેર મત ગણતરી ની માંગનો અસ્વીકાર કરાયો છે. યતિશભાઇ દેસાઇ એ વધુમાં જણાવ્યું કે પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ની ઉમાદવારી ને સુપ્રીમ કોર્ટ માં પડકારાશે.જયરાજસિંહ ને જન્મટીપની સજા થઈ છે.ત્યારે સુપ્રિમ કોર્ટે તથાં સહકારી કાયદા નાં નિર્દેશ મુજબ સજા પામેલ વ્યક્તિ ચુંટણી નાં લડી શકે.દેશાઇ એ જણાવ્યુંકે જયરાજસિંહ જાડેજા ની ઉમેદવારી અંગે જીલ્લા રજીસ્ટાર ને રજુઆત કરેલ હતી.કાયદાનું નિરદશઁન હોવાં છતાં તેમણે રજુઆત ધ્યાને લીધી નથી.આઇ.જી.જીલ્લા પોલીસ વડા સહીત આ અંગે રજુઆત કરાયાનું તેમણે જણાવ્યું હતું.ચુંટણી અધિકારી જે.બી. કાલરીયાએ જણાવ્યું કે ફેર ગણતરીની યતિશભાઈ દેસાઈની માંગ સ્વીકારાઈ નથી. તેની રજુઆત અમાન્ય કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન