ગોંડલ માર્કેટ યાર્ડ ખેડૂત વિભાગની ૧૦ બેઠકોની આજે ચૂંટણી યોજાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Jamnagar
 • ગોંડલ માર્કેટ યાર્ડ ખેડૂત વિભાગની ૧૦ બેઠકોની આજે ચૂંટણી યોજાશે

ગોંડલ માર્કેટ યાર્ડ ખેડૂત વિભાગની ૧૦ બેઠકોની આજે ચૂંટણી યોજાશે

 | 6:28 am IST
 • Share

 • અગાઉ છ બેઠકો બિનહરીફ્ થઇ છે
 • કોંગ્રેસ હજૂ ખાતુ ખોલાવી શકી નથી
 • ગોંડલઃ સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકોની આજે તા.૧૩ બુધવાર નાં ચુંટણી યોજાનાર છે. સવારે નવથી પાંચ દરમિયાન યાર્ડમા મતદાન યોજાશે.
  ગોંડલ માર્કેટ યાર્ડમા અગાઉ વેપારી અને તેલીબીયા વિભાગનાં છ ડીરેકટરો બિનહરીફ્ બન્યા છે. આ તમામ ભાજપ પ્રેરીત ઉમેદવાર હતાં.કોંગ્રેસનું હજુ ખાતુ પણ ખુલ્યુ નથી. આજે ખેડૂત વિભાગનાં ૬૧૮ જેટલા મતદારો મતદાન કરશે.
  સવારે નવ કલાકથી સાંજનાં પાંચ વાગ્યા દરમિયાન નવા માર્કેટ યાર્ડ ખાતે મતદાન યોજાશે.બિનહરીફ્ થયેલી છ બેઠકો ભાજપે હસ્તગત કરી છે.ત્યારે દશ બેઠકોની ચુંટણીમાં પણ ભાજપ સર્વોપરી બની બહુમત મેળવે તેવી શક્યતા છે. ગોંડલ યાર્ડ પ્રગતીશીલ ગણાય છે.ગુજરાતનાં કુલ ૨૩૦ માર્કેટ યાર્ડમાં આવકની દ્રષ્ટીએ ગોંડલ યાર્ડ બીજા ક્રમનું ગણાય છે. ખાસ કરીને પાછલાં વર્ષોમાં વિકાસની હરણફળ સતાધીસો માટે પ્લસ પોઈન્ટ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો