ગોઠીબ ગામે ઉપરાછાપરી ચોરીના બનાવોથીે લોકોમાં વ્યાપેલો આક્રોશ - Sandesh
  • Home
  • Baroda
  • ગોઠીબ ગામે ઉપરાછાપરી ચોરીના બનાવોથીે લોકોમાં વ્યાપેલો આક્રોશ

ગોઠીબ ગામે ઉપરાછાપરી ચોરીના બનાવોથીે લોકોમાં વ્યાપેલો આક્રોશ

 | 3:28 am IST

 

૨૧મી સપ્ટે. થયેલી ચોરીની ૧૩મી ઓકટોબરે ફરિયાદ નોંધાઇ

અકળાયેલા ગ્રામજનોની સંતરામપુર પોલીસ મથકે ધસી જઇ રજૂઆત

। સંતરામપુર ।

સંતરામપુર પોલીસ સ્ટેશન હદના ગોઠીબ ગામે ઉપરા છાપરી ચોરીની ઘટનાઓ બનતા ગ્રામજનોમાં ભય અને ગભરાટ સાથે પોલીસની નિષ્ક્રીય કામગીરીથી ગત રાત્રીના ગોઠીબ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં સંતરામપુર પોલીસ સ્ટેશને આવી પોલીસની ઢીલી કામગીરી સામે નારાજગી દર્શાવી હતી.

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે છેલ્લા એક માસમાં ઉપરા છાપરી બે મોટી ચોરીઓ થઇ હતી. જેમાં અનાજના વેપારી ઓમપ્રકાશ અગ્રવાલના ઘરે-દુકાનેથી લાખોની માલમત્તા તા. ૧૧મીની મધ્ય રાત્રી બાદ ચોરી કરી ચોર ટોળકી પલાયન થઇ ગઇ હતી. જેના અગાઉ તા. ૨૧ સપ્ટે.ના રોજ રાકેશભાઇ નાથાભાઇ પટેલના ઘરેથી ૭ થી ૮ લાખની માલમત્તાની ચોરી થઇ હતી. પરંતુ સંતરામપુર પોલીસે ૨૩-૨૩ દિવસ સુધી પોલીસ ફરિયાદ દાખલ ન કરી તપાસ ના હાથ ધરતા ગોઠીબ ગામે ઉપરા છાપરી ચોરીના બનાવો બન્યા હતા. આજ ગામેથી બે દિવસ અગાઉ મોટર સાયકલ ચોરાઇ હતી. જેની પોલીસ ફરિયાદ લેવાઇ ન હતી. તેમજ બે બે ટ્રેકટરોની બેટરીઓ ચોરીની ઘટના બની હતી. જેની પણ ફરીયાદ લેવાઇ ન હતી. ગ્રામજનોની ફરીયાદો લેવા બાબતે પોલીસની ઢીલી નિતિના કારણે ચોરને ચોરી કરવાનું મોકળું મેદાન મળતા ગોઠીબ તેમજ ગોઠીબ ઓપી વિસ્તારમાં નાની મોટી ચોરીઓ ચોરટોળીઓ અંજામ આપતા રહે છે. પોલીસ ચોપડે ન નોંધીને તપાસ કરીએ છીએ તેવા માત્ર ઔપચારીકતા જ કરતા અને તપાસની અને ગોઠીબ ઓપીમાં પોલીસની ગેરહાજરી બાબતે નારાજગી જોવા મળે છે. નક્કર કામગીરી અને તપાસની માંગ માટે મોટી સંખ્યામા ંગ્રામજનો સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડયા હતા અને આક્રોશ સાથે ચોરીની તપાસ અને એફ.આઇ.આર નોંધી તુરત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

;