ગોત્રી ખાતે રહેતા બેન્ક કર્મીની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગોત્રી ખાતે રહેતા બેન્ક કર્મીની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા

ગોત્રી ખાતે રહેતા બેન્ક કર્મીની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા

 | 3:04 am IST

૪ દિવસથી બેન્કમાં ન જતા સહકર્મીઓએ મકાન માલિકને જાણ કરી

જાતે જ ઑક્સિજનનો બોટલ અને માસ્ક મોઢાં પર લગાવીને સૂઈ ગયો

ા વડોદરા ા

શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષીય બેન્ક કર્મચારીઓ વિચિત્ર રીતે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ લક્ષ્મીપુરા પોલીસ મથકે થતા પોલીસ અને એફએસએલના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 મૂળ હરિયાણાના અને હાલ શહેરના ગોત્રીમાં મહાવીર ટેનામેન્ટ પાસે આવેલ કૃષ્ણદિપ ટેનામેન્ટમાં ૨૪ વર્ષીય આશિષ અનિલકુમાર સંઘવાન રહેતો હતો. જે ખાનગી બેન્કના કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો અને છેલ્લા ૧ મહિનાથી મકરપુરા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ટ્રેનિંગમાં જતો હતો. તેવામા આશિષ ૩ થી ૪ દિવસથી બેન્કમાં ફરજ ઉપર જતો હતો. જેથી તેના સાથી કર્મીઓએ મકાન માલિકનો નંબર શોધીને તેમનો સંપર્ક સાધ્યો હતો અને આશિષ વિશેની જાણ કરવા માટે કહ્યું હતુ. ત્યારે આશિષ જ્યાં રહેતો હતો ત્યા મકાન માલિક તપાસ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ મકાનનો મુખ્ય દરવાજો બંધ હતો. જેથી તેઓ મકાનના પાછળના ભાગે બારીમાથી તપાસ કરી હતી.

 જ્યાં તેમને આશિષનો મૃતદેહ ફૂલી ગયેલ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તેઓએ તુરંત ઘટનાની જાણ લક્ષ્મીપુરા પોલીસ મથકે કરી હતી.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે જણાવ્યુ હતુ કે, આશિષ પોતાની જાતે જ ઓક્સિજનનો બોટલ અને મોઢા પર પહેરવાનું માસ્ક લાવ્યો હતો. અને કોઈ અજ્ઞાત કારણોસર ઓક્સિજનનો બોટલ ચાલુ કરીને માસ્ક મોઢે પહેરીને સુઈ ગયો હતો.

 જેથી તેનું મોત નીપજ્યુ હોય તેવુ લાગી રહ્યું છે. મૃતદેહ ફૂલી ગયેલી હાલતમાં મળી આવતા પોલીસે એફએસએલને ઘટનાની જાણ કરી હતી. જેથી એફએસએલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી

આવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;