ગોધરાના એપા.માંથી તસ્કરો ૧.૫૦ લાખની મત્તા ચોરી ગયા - Sandesh
  • Home
  • Baroda
  • ગોધરાના એપા.માંથી તસ્કરો ૧.૫૦ લાખની મત્તા ચોરી ગયા

ગોધરાના એપા.માંથી તસ્કરો ૧.૫૦ લાખની મત્તા ચોરી ગયા

 | 2:03 am IST

ગોધરા ઃ ગોધરા શહેરના બામરોલી રોડના ફાગુન એપાર્ટમેન્ટમાં ગઇકાલે મકાન નં. ૩૦૧માં કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા કુલ ૧,૫૦,૦૦૦ મતાની ચોરી કરી નાસી છુટયા હતા. જેની મકાન માલીક દ્વારા ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકે દોડી આવી ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા શહેરના બામરોલી રોડ ખાતે ફાગુન એપાર્ટમેન્ટ મકાન નં. ૩૦૧ માં રહેતા મકાન માલીક બિનીતાબેન રાજેશભાઇ સોલંકીના મકાનમાં તા. ૧૪-૯-૧૮ના રોજ રાત્રીના સમયે કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા મકાનના મુખ્ય દરવાજાને મારેલ તાળુ તોડી અંદર પ્રવેશી બેડરૃમમાં લાકડાના કબાટમાં મુકી રાખેલા સોના – ચાંદીના દાગીના જેની કિંમત ૧૨૦૦૦૦ તેમજ રોકડ રકમ ૩૦,૦૦૦ એમ કુલ મળી ૧,૫૦,૦૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. જેની ચોરીની જાણ મકાન માલીકને થતા તેમણે ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.

;