ગોધરાની ગોવિંદગુરૂ યુનિ. ખાતે  સેમિનાર યોજાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગોધરાની ગોવિંદગુરૂ યુનિ. ખાતે  સેમિનાર યોજાયો

ગોધરાની ગોવિંદગુરૂ યુનિ. ખાતે  સેમિનાર યોજાયો

 | 2:30 am IST

સ્ત્ર્રી સમાજ કાયદો વિષય પર મહિલાઓને માર્ગદર્શન અપાયું

ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન ઉપસ્થિત રહ્યા

ા ગોધરા ા

ગોધરાની ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગુદુકપુરમાં મહિલા કાયદાકિય જાગૃતિ અંતર્ગત સ્ત્ર્રી સમાજ કાયદો વિષય ઉપર સેમિનારમાં ગુજરાત મહીલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે લીલાબેન અંકોલિયાએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓને કાયદાનુ જ્ઞાન મળે તેમજ તેમને મળેલા હકોથી માહીતગાર થાય, અને સમાજમાં રહેલા દુષણો કેવી રીતે દુર કરી શકાય. અમે બહેનો શિક્ષીત બને તેમજ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકે,સમાજમા ભાઈઓ અને બહેનો પોતાનુ યોગદાન આપી શકે સારા સમાજ બનાવા કટીબંધ્ધ બને તે હેતુથી આ સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ઘણીવાર સમજણ ન હોવાને કારણે સમજણ ન હોવાને કારણે મહીલાઓ ફ્સાઈ જાય છે. તેમને જણાવ્યુ કેદુષણો દુર કરવા માટે શિક્ષિત બનવુ જરુરી છે. વધુમાં ગુજરાત મહિલા આયોગ કઈ રીતે કામ કરે છે, તે વિશે પણ જણાવ્યુ હતુ. પંચમહાલ જીલ્લા પોલીસ વડા લીનાબેન પાટીલે પણ વિષયને અનુરુપ વ્યકત્વ આપ્યુ હતુ. આ પ્રંસગે વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ, રજીસ્ટાર અનિલભાઈ સોલંકી સહીત વિવિધ ફ્ેકલ્ટીનાઅધ્યાપકો તેમજ કોલેજોમાં આવેલી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;