ગોધરામાં પ દિવસથી આતિથ્ય માણતા શ્રાીજીને વિદાય અપાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગોધરામાં પ દિવસથી આતિથ્ય માણતા શ્રાીજીને વિદાય અપાશે

ગોધરામાં પ દિવસથી આતિથ્ય માણતા શ્રાીજીને વિદાય અપાશે

 | 2:54 am IST

વિશ્વકર્મા ચોક સ્થિત પ્રતિમા ગાઈડલાઈન અનુસાર પસાર થશે

ા ગોધરા ા

ગોધરા,શહેરા અને મોરામાં પાંચ પાંચ દિવસથી પ્રતિમા સ્વરૂપે મહેમાન બની આતિથ્ય માણી રહેલા શ્રાીજીને આજે ભાવભરી વિદાય આપવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ શ્રાીજી પ્રતિમાનું વિસર્જન થાય એ માટે તંત્ર દ્વારા પણ આગોતરૂ આયોજન કરી દેવાયું છે.

ગોધરા શહેરમાં પરંપરાગત રૂટ ઉપર આ વર્ષે માત્ર વિશ્વકર્મા સાર્વજનિક ગણેશ મંડળની પ્રતિમા જ ગાઈડલાઈન સાથે પોલીસ બંદોબસ્ત સાથે પસાર થઈ પ્રતિમાનું વિસર્જન કરવાનું આયોજન કરાયું છે. આ સિવાય શહેરમાં સ્થાપના કરાયેલી તમામ શ્રાીજી પ્રતિમાઓ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કુંડમાં વિસર્જન કરવામાં આવશે. શહેરમાં ટ્રાફ્કિ વ્યવસ્થા ન ખોરવાઈ એ માટે લાલબાગ એસટી બસ સ્ટેન્ડને એક દિવસ માટે ભૂરાવાવ ડેપો ખાતે ખસેડવામાં ઉપરાંત ગોધરા શહેરમાં તમામ ભારદાયી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. પોલીસ દ્વારા મંગળવારે સાંજે શહેરમાં ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી.

ગોધરામાં શુભ મુહૂર્ત ૧૨.૩૯ કલાકે માત્ર સાર્વજનિક ગણેશ મંડળની પ્રતિમા જ પોલીસ બંદોબસ્ત સાથે નીકળશે અને ત્યારબાદ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. પ્રતિમા વિસર્જન માટે ચાર સ્થળોએ સાત વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં શ્રાીજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા મંગળવારે મોડી સાંજે શહેરમાં વાહનોના કાફ્લા સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.આમ પરંપરાગત રૂટ ઉપર શોભાયાત્રા નિકળશે કે નહીં જે અંગેની તમામ અટકળોનો અંત આવ્યો છે.

શહેરામાં આજે વિસર્જનને પગલે બંદોબસ્ત ગોઠવાયો

શહેરા ઃ શહેરામાંડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી અને પી.આઇ.ની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠક યોજાઇ હતી જેમાં આયોજકોને કોરોનાના ગાઇડ લાઇનનું પાલન કરવામા આવે અને ગણેશ મંડળોને ટૂંકા માર્ગે તળાવ ખાતે પહોંચી જવા સહિતની જરૂરી સૂચનાઓ આપી હતી. આજે શ્રાીજીનીભવ્ય સવારી નીકળશે. ગણેશ રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. તળાવના ઓવારા પર વિસર્જન કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;