ગોધરામાં રોડ પરથી મહિલાનું પર્સ ઝૂંટવી ગઠિયા ભાગી છૂટયા - Sandesh
  • Home
  • Baroda
  • ગોધરામાં રોડ પરથી મહિલાનું પર્સ ઝૂંટવી ગઠિયા ભાગી છૂટયા

ગોધરામાં રોડ પરથી મહિલાનું પર્સ ઝૂંટવી ગઠિયા ભાગી છૂટયા

 | 2:03 am IST

બનાવના કુટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા

મહિલાઓએ અજાણ્યા સાથે વાત કરતાં ધ્યાન રાખવું ઃ ડો. લીના પાટીલ

ા ગોધરા ા

ગોધરા શહેરના બગીચા રોડ વિસ્તારમાં અજાણ્યા ઠગ ગઠીયાઓ દ્વારા એક મહિલાને સરનામું પુછવાના બહાને બાઇક સવાર ગઠીયાઓ દ્વારા મહિલાનું પર્સ કે મોબાઇલ ઝૂંટવી મહિલાને નીચે પાડી દઇ નાસી છૂટયા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી કુટેજ સોશીયલ મીડીયામાં વાયરલ થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. અને તેની તપાસ હાથ ધરાઇ છે.

બનાવ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગોધરા શહેરમાં તા. ૧૩-૯-૧૮ને ગણેશ ચતુર્થીના દિવસે લગભગ સાંજના સમયે શહેરના બગીચા રોડ વિસ્તારમાં એક મહિલાને અજાણ્યા બાઇક સવાર ઠગ – ગઠીયાઓ દ્વારા સરનામું પૂછવાના બહાને નજીક બોલાવી એકદમ ખેંચાતાણી કરતા તેમજ મહિલાન હાથમાં પર્સ કે મોબાઇલ છીનવી તેમજ મહિલાને નીચે પાડી દઇ બાઇક લઇ નાસી છૂટયા હતા. જે સમગ્ર બનાવના સીસીટીવી કુટેજ ગોધરા શહેરમાં સોસીયલ મીડીયામાં વાયરલ થતા લોકોની સાથે પોલીસ પણ અચંબામાં પડી ગઇ છે. જોકે ધોળે દિવસે આ પ્રકારની ઘટના બનાવાથી લોકો પોતાને અસુરક્ષીત મહેસુસ કરી રહ્યા છે.

ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોઇ ચોક્કસ ગેંગ દ્વારા શહેરના નગરજનોને વહેલી સવારે કે મોડીરાત્રે અથવા સુમસામ વિસ્તારોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મોબાઇલ રોકડ, બેગ વગેરેની ચપ્પુ બતાવી કે પછી ધાકધમકી આપી લૂંટીને ફરાર થઇ જાય છે. ત્યારે આવા બનાવોના શિકાર થયેલા લોકો પોલીસ મથકે કોઇપણ પ્રકારની ફરિયાદ કે જાણ કરતા નથી. જેથી પોલીસ પણ કશું કરી શકતી નથી માટે નગરજનોએ પોલીસને જાણ કરવી જરૃરી બને છે.

આ અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલનો ટેલીફોનીક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ ંકે, પહેલા તો જે બેન સાથે આ બનાવ બન્યો તે સામે આવે અને ફરીયાદ નોંધાવે. તેઓએ નગરજનોને સલાહ આપતા જણાવ્યું હતું કે, અજાણ્યા માણસો સાથે વાત કરતી વખતે બહેનોએ વિશેષ ધ્યાન રાખવું તેમજ પોતાની ચીજવસ્તુઓનું ધ્યાને રાખે અને આવો કોઇપણ બનાવ બન્યો હોય તો તાત્કાલીક પોલીસે જાણ કરવી જેથી યોગ્ય પગલાં લઇ શકાય. તેમજ આવી ઘટના બને નહી તે માટે સાવધાન રહેવું જોઈએ.

;