ગોધરામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રાીજીને ભાવભરી વિદાય - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગોધરામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રાીજીને ભાવભરી વિદાય

ગોધરામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રાીજીને ભાવભરી વિદાય

 | 2:30 am IST

ચાર સ્થળોએ બનાવેલા સાત વિસર્જન કુંડમાં અગલે વરસ તું જલ્દી આ ના જયઘોષ સાથે પ્રતિમા વિસર્જન કરાયું

ગોધરા ા ગોધરાની આન બાન શાન સમા ગણેશોત્સવની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કર્યા બાદ પાંચ પાંચ દિવસથી મહેમાન બની આવેલા શ્રાીજીને આગલા વર્ષે જલ્દી આવવાના કોલ સાથે ભક્તોએ ભાવભરી વિદાય આપી હતી. ગોધરા સાર્વજનિક મંડળની પ્રતિમાની આરતી પૂજા બાદ કલકેટર, ડીએસપી, ડીડીઓ સહિતે શોભાયાત્રાનું  પ્રસ્થાન કરાવ્યું હતું.ત્યારબાદ શોભાયાત્રા  પરંપરાગત રૂટ ઉપર વાજતે ગાજતે પસાર થઈ હતી અને રામ સાગર તળાવ ખાતે તૈયાર કરાયેલા કુંડમાં પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.ગોધરા, શહેરા અને મોરવા હડફ્ના મોરા ખાતે શાંતિપૂર્ણ માહોલમાં હર્ષોલ્લાસ સાથે શ્રાીજીને વિદાય આપવામાં આવી હતી.ગોધરા મોડી સાંજ સુધી પ્રતિમા વિસર્જન કામગીરી જારી રહી હતી.ગોધરા શહેરમાં ભગવાન ગણેશજી પ્રતિમા સ્વરૂપે પાંચ પાંચ  દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે ભક્તજનોએ ભારે હૈયે બાપ્પા  ને વિદાય આપી હતી.ત્યારે ગોધરા શહેરમાં ગણેશ મહોત્સવ અને  વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. ગોધરા શહેરના  વિશ્વકર્મા ચોક ખાતે સ્થાપિત ગણેશ પ્રતિમા નું ૧૨.૩૯ કલાકે  વિજય મુહૂર્તમાં વિશ્વકર્મા ચોક ખાતે સાર્વજનિક મંડળ શ્રાીજી પ્રતિમાનું જીલ્લા  કલકેટર,જીલ્લા પોલીસ વડા, જીલ્લા વિકાસ અધિકારી, મંડળના  હોદ્દેદારો, પદાધિકારીઓની ઉપસ્થિતીમાં પૂજા આરતી કર્યા બાદ  શોભાયાત્રાનું  પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગણેશ શોભયાત્રા વિશ્વકર્મા ચોક થી સાવલીવાડ,ચોકી નંબર  ૧,પટેલવાડા, રાની મસ્જિદ,પોલન બજાર,કેસરી સર્કલ,ચોકી નંબર ૭ ,  સ્ટેશન રોડ, સ્વામિનારાયણ ચોક,રણછોડજી મંદિર થઈ રામસાગર  તળાવ ખાતેથી પસાર કરવામાં આવી હતી.

ગોધરામાં  પોલીસના અભેધ સુરક્ષા કવચ વચ્ચે માત્ર ને માત્ર વિશ્વકર્મા  ચોક માં સ્થાપિત ગણેશજી નો વરઘોડો શહેરના પરંપરાગત રૂટ  પરથી પસાર થવા દેવાની પરમિશન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  આપવામાં આવી હતી.ત્યારે ભવ્ય આતશબાજી વચ્ચે વિસર્જન  યાત્રાની શરૂ થઈ હતી.આ ઉપરાંત શહેરના અન્ય ગણેશ મંડળ દ્વારા ભૂરાવાવ, લાલબાગ ટેકરી મેદાન, બામરોલી રોડ અને ન્યુ ઇરા સ્કૂલ સામે તૈયાર કરાયેલા સાત વિસર્જન કુંડમાં પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરાયું હતું.

 

 

શ્રાીજી શોભાયાત્રાનું મુસ્લિમ બિરાદરો અને વોરા સમાજે સ્વાગત કર્યુ

ગોધરામાં શ્રાીજીની શોભાયાત્રા જૂની પોસ્ટ ઓફ્ીસ, પોલન બજાર, ચોકી -૭ સહિતના વિસ્તારોમાં પસાર થતાં મુસ્લિમ બિરાદરો અને વ્હોરા સમાજ દ્વારા શોભાયાત્રાની પ્રથમ પ્રતિમા અને જોડાયેલા લોકોનું સ્વાગત કરવામાં આવે છે. આ વર્ષે વોરા સમાજના ઇમરાન ઇલેટ્રિકવાલા સહિતે સ્વાગત કર્યુ હતું.એવી જ રીતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ ફરૂક કેસરી, રમજાની જુજારા સહિતે સ્વાગત કરી ચોકલેટનું વિતરણ કર્યુ હતું.

 

 

શહેરામાં ધામધૂમથી ગણેશ વિસર્જન પૂર્ણ કરાયું

શહેરા  ઃ શહેરા મા ગણેશ ચતુર્થીના દિવસે નગરના વિવિધ વિસ્તારમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી દુંદાળાદેવની પૂજા અર્ચના કર્યા બાદ પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરના મુખ્ય તળાવ મા નાની મોટી ૫૦થી વધુ ગણેશ પ્રતિમાઓનુ વિસર્જન કરાયુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;