ગોધરા એસટી મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગોધરા એસટી મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન

ગોધરા એસટી મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન

 | 2:59 am IST

સરકારમાં રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો નિકાલ થતો નથી

ા ગોધરા ા

ગોધરા એસ.ટી મજદૂર સંધ દ્વારા કર્મચારીઓની પડતર પ્રશ્નો નાં અવાર નવાર રજૂઆત છતાં આજ દિન સુધી નિરાકરણ આવેલ નથી. આ બાબતે એસ ટી નિગમ નાં સંગઠનો દ્વારા સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમનાં કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે નિગમ નાં માન્ય સંગઠનો દ્વારા અવાર નવાર લેખિત તથા મૌખિક રજૂઆત નિગમ કક્ષાએ તેમજ સરકાર માં કરવા છતાં પ્રશ્નો નિકાલ કરવામાં આવેલ નથી. એસ ટી કર્મચારીઓના પડતર માંગણીઓ જેવી કે સેટલમેનટ કરાર મુજબ જુલાઈ ૨૦૧૯ થી ૫ ટકા અને જુલાઈ ૨૦૧૯ થી ૧૧ ટકા વધેલ મોધવારી મળી કુલ ૧૬ ટકા મોધવારી ભથ્થાની અસર સહિત તેમજ ચડત એરીયસ ની રકમ પેઈડ ઇન ઓકટોબર ૨૦૨૧ માસ નાં પગારમાં ચુકવવામાં આવે, વર્ગ-૪ નાં કર્મચારીઓને વર્ષ ૨૦૧૮-૨૦૧૯,વર્ષ ૨૦૧૯,૨૦૨૦ નું બોંનસ ૧૯ સપ્ટેમ્બર સુધી ચૂકવાનું કરવામાં આવે, સેટલમેનટ કરાર મુજબ ૭માં પગારપંચની અમલવારી થી ચૂકવાય, થતા ઓવર ટાઇમ પાછલી અસર ચૂકવી આપવા સહિતની માગ કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;