ગોધરા રાણા સોસા.ના ૧૫૦ યુવકો પગપાળા અંબાજી ગયા - Sandesh
  • Home
  • Baroda
  • ગોધરા રાણા સોસા.ના ૧૫૦ યુવકો પગપાળા અંબાજી ગયા

ગોધરા રાણા સોસા.ના ૧૫૦ યુવકો પગપાળા અંબાજી ગયા

 | 2:03 am IST

ા ગોધરા ા

ગોધરા શહેરના રાણા સોસાયટી ના યુવકો દ્વારા આ આદ્યશક્તિ શક્તિ પીઠ અંબાજી ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ કુલ ૧૫૦ જેટલા યુવકો પગપાળા સંઘ મારફતે ગોધરાથી અંબાજી જવા રવાના થયા.

ગોધરા શહેરના રાણા સોસાયટી ના આદ્યશક્તિ પદયાત્રા યુવકો છેલ્લા ૧૫ વર્ષ થી અંબાજી ખાતે પગપાળા સંઘ થકી મા નો રથ લઇને યાત્રા માટે જાય છે ત્યારે આ માઇ ભક્તો દ્વારા સતત ૧૬માં વર્ષે પણ ખુબ જ ધામધૂમ પૂર્વક ઉત્સાહ – ઉમંગ થી તેમજ માનો મહિમા ગાતા – નાચતા તેમજ ગોધરા માતાજીની ધજા સાથે શહેરમાંથી સવારે પયાત્રા સંઘ રવાના થયો હતો. તે પૂર્વે રાણા સમાજના ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ રાણા સોસાયટી ખાતે ઉપસ્ખિત રહી માં અંબાની ભક્તિભાવ સભર પૂજા – અર્ચના કરી હતી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક આર. આર. દેસાઇ એ આરતીનો લાભ લીધો હતો. તદઉપરાંત મા ના દર્શન માટે ધી ગોધરા સિટી બેંકના ચેરમેન કે. ટી. પરીખ, વકીલ – નાગરાજ ભાટીયા તેમજ ગોધરાના ધારાસભ્યના પુત્ર માલવદીપ રાઉલજી તેમજ અન્ય આગેવાનો પણ માતાજીના રથના દર્શનનો લાભ લીધો હતો. સતત ૧૬ વર્ષથી મા અંબાના દર્શન માટે રાણા સમાજના ૧૫૦ ઔથી વધારે યુવકો પગપાળા સંઘમાં જોડાયા છે. તેમ આદ્યશક્તિ પદયાત્રા સંઘ ગોધરાના આયોજકોએ જણાવ્યું હતું.

;