ગોધરા શહેરમાં આઇ.પી.એલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ ખેલી ઝડપાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગોધરા શહેરમાં આઇ.પી.એલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ ખેલી ઝડપાયા

ગોધરા શહેરમાં આઇ.પી.એલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ ખેલી ઝડપાયા

 | 3:21 am IST

ગોધરા ઃ ગોધરા એલ.સી.બી.પોલીસે ગોધરા શહેરમાં આઇ.પી.એલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ ખેલીઓ ને ઝડપી પાડી ઇલેક્ટ્રીક સાધનો લેપટોપ,એલ.ઇ.ડી.ટી.વી. તેમજ મોબાઈલ ફેન મળી કુલ રૂ.૧,૧૬,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.ગોધરા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર કે.પી.જાડેજા ને ખાનગી બાતમી દાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા શહેરનો સુનિલ પંજાબી રહે.શ્રાીરામ પાર્ક,વાવડી બુજર્ગ નો પોતાના આર્થિક ફયદા માટે આઇ.પી.એલ ક્રિકેટ મેચ પર  મોબાઈલ ફેન તેમજ લેપટોપ થી ગ્રાહકો પાસેથી પૈસાની હારજીત નો સટ્ટો પોતાના રહેણાંક મકાનમાં રમાડી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ ખેલીઓ ઝડપાઇ ગયા હતા. જેમાં સુનિલ પંજાબી,મનીષ ઉફ્ર્ે કાલુ માખીજા રહે.મારુતિ નગર, બાલાજી -૨ ની બાજુમાં,બામરોલી રોડ અને બહારપુરા નો મુકેશ રામાણી નો સમાવેશ થાય છે.ત્યારે પોલીસે આ રેડ દરમિયાન લેપટોપ, મોબાઈલ ફેન અને એલ.ઇ.ડી.ટી.વી સહિત કુલ રૂ.૧,૧૬,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ માં રાહુલભાઈ (રાજકોટ),વીનું ઉફ્ર્ે પાકિસ્તાની રહે.કનેલાવ તળાવ પાસે, ગોધરા અને ધર્મેન્દ્ર ઉફ્ર્ે મુલ્લુ ભૂલચંદાની રહે.બામરોલી રોડ કે જે હજી પણ પોલીસ પકડ થી દુર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;