ગોધરા શહેરમાં ૧૦૦ ઉપરાંત શ્રીજીની સ્થાપના - Sandesh
  • Home
  • Baroda
  • ગોધરા શહેરમાં ૧૦૦ ઉપરાંત શ્રીજીની સ્થાપના

ગોધરા શહેરમાં ૧૦૦ ઉપરાંત શ્રીજીની સ્થાપના

 | 2:03 am IST

પંચ. પોલીસ દ્વારા ગણેશ મંડળોને પ્રોત્સાહિત કરાશે

ર્ધાિમકતા- કોમી એખલાસ- સ્વચ્છતા અંગે પ્રતિયોગીતા યોજાશે

। ગોધરા ।

ગુજરાતભરમાં ગણેશ મહોત્સવ વખતે અલગ અલગ થીમ તેમજ ખાસ શ્રીજીની વિસર્જન યાત્રા માટે જાણીતા ગોધરા શહેરમાં પણ જુદા જુદા ૧૦૦ ઉપરાંત ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પાંચ દિવસનું આતિથ્ય માણતા શ્રીજી અને તેમના દર્શનાર્થીઓને તમામ વ્યવસ્થાઓ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ સુવિધાઓ કરવામાં આવી છે.

આ વર્ષે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પ્રજામાં કોમી એખલાસ જળવાઇ, સ્વચ્છતા પર્યાવરણ શિસ્ત અંગે જાગૃતિ આવે અને આ ર્ધાિમક તહેવારોમાં વધુ ભક્તિભાવ પૂર્ણ માહોલમાં શ્રીજી મહોત્સવનું ઉત્કૃષ્ટ આયોજન થાય તે હેતુથી એક પ્રતિયોગીતા યોજવામાં આવનાર છે. જેમાં સમાજના જ અને પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અધિકૃત કરવામાં આવેલા અગ્રણીઓ, સેવાભાવી વ્યક્તિઓ, સાહિત્યકારો, સંતો, કવિ તેમજ નામી વ્યક્તિઓની ટીમ નિર્ણાયક ટીમ દ્વારા આગામી પાંચ દિવસો દરમિયાન એટલે કે સ્થપનાથી લઇને વિસર્જન યાત્રા સુધી ગોધરા શહેરના તમામ ગણેશ મંડળોની રૃબરૃ મુલાકાત લેવામાં આવનાર છે. આ ટીમ દ્વારા તમામ ગણેશ મંડળોમાંથી પ્રથમ, દ્વીતીય અને તૃતીય શ્રેણીમાં ક્રમાક આપવામાં આવનાર છે અને ૧ થી ૩ શ્રેણીમાં પોતાનું સ્થાન મેળવનાર ગણેશ મંડળને સરકારના અથવા સમાજના પ્રતિનિધીઓ દ્વારા આગામી દિવસોમાં જાહેર સન્માન કરવામાં આવનાર છેે.

કે આ પ્રતિયોગિતામાં ભાગ લેવામાં કોઇ પણ પ્રકારના ફોર્મ કે નામ નોંધણી કરાવવાની જરૃર નથી. નિર્ણાયકોની ટીમ પંડાલોની રૃબરૃ મુલાકાત લેશે.

;