ગોધરા સિવિલમાં ઍક્સપાયરી ડેટના ગ્લુકોઝ બોટલ ચઢાવ્યા! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગોધરા સિવિલમાં ઍક્સપાયરી ડેટના ગ્લુકોઝ બોટલ ચઢાવ્યા!

ગોધરા સિવિલમાં ઍક્સપાયરી ડેટના ગ્લુકોઝ બોટલ ચઢાવ્યા!

 | 3:15 am IST

હાલ ડેન્ગ્યુ, મેલેરિયાનો વાવડ હોઈ ૧૦૦ ઉપરાંત બાળકો સારવાર લઈ રહ્યાં છે ઃ વાલી ની ફ્રિયાદ બાદ બોટલ ઉતારી લેવાયો

બાળકોની સારવાર માટેના પીડિયાટ્રિક વિભાગમાં બાળકોના જીવ સાથે ચેડાં થઈ રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું

ા ગોધરા ા

ગોધરા શહેરની મુખ્ય ગણાતી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત બાળકોની સારવાર માટેના પીડિયાટ્રિક વિભાગમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં સારવાર લઈ રહેલા બાળક ને ચઢાવવામાં આવતા ગ્લુકોઝના બોટલ એક્સપાયરી ડેટના હોવાથી બાળકોના જીવ સાથે ચેડાં થઈ રહ્યું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

ગોધરા શહેર ખાતે આવેલી મુખ્ય સિવિલ હોસ્પિટલની વધુ એક વાર બેદરકારી સામે આવી છે. જ્યાં સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત પીડિયાટ્રિક વિભાગમાં સારવાર લઈ રહેલા બાળકને જુલાઈ મહિનાનો ગ્લુકોઝ ના બોટલ એક્સપાયરી ડેટ ના ચઢવાતા હોવાનું સામે આવ્યું છે. પીડિયાટ્રિક વિભાગમાં ફ્રજ બજાવતા ડોકટર અને નર્સ બહેનો આ મામલે કાઈ પણ બોલવા તૈયાર નથી.

સૌથી મહત્વનો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સિવિલ હોસ્પિટલ ના પીડિયાટ્રિક વિભાગમાં નાના બાળકો ને ગ્લુકોઝ ના ચઢવવામાં આવતા બોટલ ની તારીખ અને માસ ની ચકાસણી કરવાની પણ ફ્ુરસદ સ્ટાફ્ પાસે નહીં હોય? આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવતા ડોકટર અને સ્ટાફ્ સામે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું.

હાલ ડેન્ગ્યુ, મેલેરિયાનો વાવડ ચાલી રહ્યો છે અને આ રોગના ભરડાના સંકજામાં સિવિલ હોસ્પિટલ ખાતે રોજના ૧૦૦ થી વધુ બાળકો સારવાર લઈ રહ્યા છે.ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી કેટલી યોગ્ય કહી શકાય. ઉપરોક્ત ઘટના ને લઈ સિવિલ સત્તાધીશોમાં ભારે  દોડધામ મચી ગઇ હતી. ત્યારે પીડિયાટ્રિક વિભાગમાં સારવાર લઈ રહેલા બાળકો ના વાલીઓ તરફ્થી જાણવા મળ્યા અનુસાર સિવિલ નો સ્ટાફ્ તેઓ સાથે ઓરમાયું વર્તન રાખી રહ્યો છે. અને સારવાર ને લઈ કંઈક બાબત પૂછવા જાય તયારે પણ  એકદમ હડધૂત કરી નાખતા હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે એક્સપાયરી ડેટ નો બોટલ ચઢાવ્યો હોવાનું એક બાળકના પિતાએ હાજર સ્ટાફ્ ને જણાવતા હાજર સ્ટાફ્ દ્વારા તે બાળકના પિતાને ઉતારી પાડતા તમે ભણેલા છો કે અમે તેવો જવાબ આપી શાંત પાડી દેવામાં આવ્યા હતા. ત્યારે બાળકના વાલી ની ફ્રિયાદ બાદ એક્સપાયરી ડેટ નો બોટલ ઉતારી લેવાયો હોવાનું પણ બાળકના પિતાએ જણાવ્યું હતુ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;