ગોપી વહુનો ગ્લેમરસ અંદાજ જોઇ લો માત્ર એક ક્લિકે - Sandesh
  • Home
  • Entertainment
  • ગોપી વહુનો ગ્લેમરસ અંદાજ જોઇ લો માત્ર એક ક્લિકે

ગોપી વહુનો ગ્લેમરસ અંદાજ જોઇ લો માત્ર એક ક્લિકે

 | 12:49 pm IST

ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જી હાલમાં તેની મોમ સાથે થાઈલેન્ડમાં વેકેશનની મજા માણી રહી છે. દેવોલિના થાઈલેન્ડમાં કંઇક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. દેવોલીનાએ તેના વેકેશનના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સેટમાં શૂટિંગ સમયે દેવોલિના એટલે કે ગોપીવહુની તબિયત અચાનક બગડી હતી અને તે ચક્કર આવીને નીચે પડી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેની તબિયત એટલી ખરાબ હતી કે તે ચાલી પણ શકે તેમ નહોતી.

જો કે આ કારણોસર એક્ઝીક્યૂટિવ પ્રોડ્યુસર ગુડ્ડુ ઝાએ દેવોલિનાને ઉંચકી હતી અને વેનિટી વેન સુધી લઈ ગયા હતાં. આ તસવીરને ઈન્ટીમેટ તસવીરો કહેવામાં આવી હતી. જેને લઈને દેવોલિનાએ સોશ્યિલ મીડિયામાં ઓપન લેટર પણ લખ્યો હતો.