ગોરગામના ૧૫ વર્ષીય તરુણનો લેપ્ટોનો રિપોર્ટ પોઝિટિવ - Sandesh
  • Home
  • Newspaper
  • ગોરગામના ૧૫ વર્ષીય તરુણનો લેપ્ટોનો રિપોર્ટ પોઝિટિવ

ગોરગામના ૧૫ વર્ષીય તરુણનો લેપ્ટોનો રિપોર્ટ પોઝિટિવ

 | 3:30 am IST

વલસાડઃ વલસાડ જિલ્લામાં ચાલુ ચોમાસામાં લેપ્ટોના માત્ર ૨ કેસ જ નોંધાયા હતાં. શનિવારે વધુ એક દર્દીને લેપ્ટો હોવાનું ખૂલતા, કુલ કેસની સંખ્યા ૩ પર પહોંચી છે. વલસાડના ગોરગામ ગામના ૧૫ વર્ષીય તરુણનો લેપ્ટોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળે છે.  વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરીને કારણે ચાલુ વર્ષે લેપ્ટોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટના બીજા અઠવાડિયામાં વલસાડ તાલુકાના ગોરવાડા તથા પીઠા ગામમાં લેપ્ટોના કુલ ૨ કેેસો મળ્યા હતાં. જેના લગભગ ૨૫ દિવસ બાદ આજરોજ વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ગત તા. ૦૬-૦૯-૧૮થી દાખલ ગોરગામ ગામના ભંડાર ફળિયાના ૧૫ વર્ષીય તરુણને લેપ્ટો હોવાનું જાહેર થયું છે.

;