ગોલ્ડન બ્રિજ પર રિક્ષા ચાલકોને મંજૂરી આપવા રજૂઆત - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • ગોલ્ડન બ્રિજ પર રિક્ષા ચાલકોને મંજૂરી આપવા રજૂઆત

ગોલ્ડન બ્રિજ પર રિક્ષા ચાલકોને મંજૂરી આપવા રજૂઆત

 | 3:55 am IST

રિક્ષા એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ૩૭ ગામ અને નોકરિયાત માટે રિક્ષાને છૂટ આપવા માગણી

ભરૃચ,તા.૮

ગોલ્ડન બ્રિજને સમાંતર નિર્માણાધિન રૃા.૪૦૦ કરોડ ના ફોરલેન્ડ નર્મદા મૈયા બ્રિજના ફલાયઓવરની કામગીરી હેઠળ કલેકટર દ્વારા અગાઉ એક મહિના માટે ગોલ્ડન બ્રીજ ફોરવ્હીલર વાહન ચાલકો માટે બંધ રહેવાની જાહેરનામું બહાર પડાયુ હતુ. દરમિયાન બોર્ડની પરીક્ષાને અનુલક્ષી આ જાહેરનામાની મુદ્દત લંબાવી બહાર પાડેલા નવા જાહેરનામામાં એક મહિના માટે ગોલ્ડન બ્રિજ પરથી માત્ર ટુ-વ્હીલરને જ પસાર થવાની મંજૂરી અપાઈ હતી જે સામે ગુરૃવારે રીક્ષા એસોસીએશને કલેકટરને આવેદનપત્ર આપી ૩૭ ગામ અને નોકરીયાતો રીક્ષા મારફતે ગોલ્ડન બ્રિજમાંથી અવરજવર કરતા હોય રીક્ષાને છુટટી આપવા રજુઆત કરી હતી.

નવા બ્રિજથી કામગીરીથી કોલેજ રોડ સુધી શીતલ સર્કલ ઉપરથી ફ્લાયઓવર બનાવવા કામગીરી ચાલી રહી હોય જેના ભાગરૃપે જિલ્લા કલેકટર સંદિપ સાગલે દ્વારા અગાઉ ૧પ માર્ચથી ગોલ્ડન બ્રિજ ટુ-વ્હીલર સિવાયના તમામ વાહનો માટે એક મહિના બંધનુ જાહેરનામુ બહાર પડાયુ હતુ. જો કે ૧ર માર્ચથી ધો.૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષા શરૃ થતી હોય આ જાહેરનામાની મુદ્દત લંબાવી ર૯ માર્ચ કરવામાં આવી છે. કલેકટર દ્વારા બહાર પડાયેલા નવા જાહેરનામામાં આ વખતે ગોલ્ડન બ્રીજ પરથી ફોરવ્હીલર સહિતના તમામ ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. એક મહિના માટે ગોલ્ડન બ્રિજ પરથી માત્ર ટુ-વ્હીલર ચાલકો જ પસાર થઈ શકશે તેવુ જાહેરનામું પાડતા રીક્ષા ચાલકો હચમચી ઉઠયા હતા.

ગુરૃવારે જય ભારત ઓટો રીક્ષા એસોસીએશને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગોલ્ડન બ્રિજ પરથી રીક્ષા ચાલુ રાખવા રજુઆત કરી હતી.

૧૦ કિ.મી.ના લાંબા ફેરા સાથે ભાડું વધારવું પડે

જો રીક્ષા ચાલકોને એક મહિના માટે ગોલ્ડન બ્રિજ પરથી જાહેરનામા મુજબ પસાર થવા પર પ્રતિબંધ યથાવત રહે તો ભરૃચ-અંકલેશ્વર વચ્ચે સવારી માટે રીક્ષાચાલકોએ ઝાડેશ્વર થઈ સરદાર બ્રિજ તેમજ કેબલ બ્રિજનો ઉપયોગ કરવો પડે જેના કારણે ૧૦ કી.મીનો લાંબો ફેરાવો થવા સાથે વધુ ઈંધણ ફુંકાતા હાલ કરતા ભાડામાં પણ વધારો કરવો પડે.

૩૦૦થી વધુ રિક્ષા ચાલકોની રોજી નિર્ભર

ભરૃચ-અંકલેશ્વર વચ્ચે દિવસ-રાત ૩૦૦ થી વધુ રીક્ષા ચાલકો મુસાફરોને બેસાડી ફેરી મારે છે. આ રીક્ષા ચાલકો અને તેમના પરિવારનું વર્ષોથી ગોલ્ડન બ્રિજ પર રોજીરોટી નિર્ભર છે એક મહિના માટે ગોલ્ડન બ્રિજ રીક્ષા ચાલકો માટે બંધ કરાતા આ રીક્ષા ચાલકોને મુસાફરો નહી મળતા રોજગારીથી હાથ ધોવાનો વારો આવે તેમ છે.

;