ગોવાનું એરફેર 22 હજાર, શ્રીનગરનું 25 હજાર, કેરળનું 20 હજાર, દુબઇનું 50 હજારે પહોંચ્યું - Sandesh
  • Home
  • Travel
  • ગોવાનું એરફેર 22 હજાર, શ્રીનગરનું 25 હજાર, કેરળનું 20 હજાર, દુબઇનું 50 હજારે પહોંચ્યું

ગોવાનું એરફેર 22 હજાર, શ્રીનગરનું 25 હજાર, કેરળનું 20 હજાર, દુબઇનું 50 હજારે પહોંચ્યું

 | 3:52 am IST
  • Share

દિવાળીમાં ગોવા, શ્રીનગર, સીમલા, દુબઇ, માલદિવ્સ ફરવાનું મોંઘું પડશે

કોરાના પછી દિવાળીમાં બહાર જવા ઇચ્છતા લોકોને ડબલ એરફેર ચૂકવવા પડશે

દિવાળીમાં ફરવા જવા ઇચ્છતા લોકોને ડોમેસ્ટિક એરલાઇન્સના મોઘા એરફેર ચૂકવવા પડશે. કોરોના રસીના બે ડોઝ લીધા નહિ હોય તો 48 કલાક પહેલાનો આરટીપીસીઆર રિપોર્ટ કઢાવવો પડશે. દિવાળીના બુકીગો એરલાઇન્સ કંપનીઓએ શરૂ કરી દીધા છેે.

ટ્રાવેલ સેક્ટરના સૂત્રોએ જણાવ્યુ કે, યુરોપિયન દેશોમાં લોકો જતા હોય છે પણ ત્યાના કેટલાક દેશોમાં કડક નિયમો લાદેલા હોવાથી બુકિંગ બહુ ઓછા આવે છે. ડોમેસ્ટિક સેક્ટરમાં દર વર્ષે મોટે ભાગે ગોવા, દિલ્હીથી સિમલા, શ્રીનગર, કેરલા વધારે જતા હોય છે. કેરળમાં કોરોનાના કેસો વધારે હોવાથી લોકો કેરલા જવાનંુ ટાળે છે. સામાન્ય રીતે કેરલાનુ રિટ્રન સાથે એરફેર 7થી 10 હજાર હોય છે જે વધીને 20 હજાર સુધી પહોચી ગયંુ છે. અમદાવાદથી ગોવાનંુ ભાડુ તહેવારો સિવાય 6 હજાર હોય છે જે અત્યારે 22 હજાર ચાલી રહ્યુ છે. અમદાવાદ શ્રીનગરનુ ભાડુ 8 થી 9 હજાર હતુ જે વધીને 25 હજાર થઇ ગયુ છે. દિલ્હીનંુ 7 હજાર હતંુ જે વધીને 15 હજાર થઈ ગયંુ છે. દિલ્હીથી સિમલા જતા લોકોની સંખ્યા વધારે છે. લોક ડાઉન ખૂલ્યા પછી લોકો શ્રીનગર તરફ વધુ વળ્યા છે. કુદરતી નજારો જોવા જનારની સંખ્યા વધતી જાય છે. ઇન્ટરનેશનલ સેક્ટરમા દુબઇ ફરવા જવાના બુકિંગ આવી રહ્યા છે તેમાં પણ દુબઇ સરકારના નિયમોનંુ કડક પાલન કરવાનુ હોય છે. દુબઇનું પહેલા ભાડૂુ 18થી 20 હજાર હતંુ જે વધીને 45થી 50 હજાર સુધી પહોંચી ગયંુ છે. પહેલા એક પેકેજ ટુરનો ખર્ચ 45 હજાર થતો હતો હવે આવવા જવાનંુ ભાડંુ જ 50 હજાર સુધી પહોચી ગયંુ છે. માલદિવ્સ હાલના તબક્કે હોટ ફેવરિટ બની ગયંુ છે. પહેલા જે ભાડુ 15થી 20 હજાર હતંુ તે વધીને 40થી 45 હજાર સુધી પહોંચી ગયંુ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો