ગૌહત્યાના નામે હિન્દુ સમાજના સભ્યો સાથે થયેલ અત્યાચારને વિહિપે વખોડયો - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ગૌહત્યાના નામે હિન્દુ સમાજના સભ્યો સાથે થયેલ અત્યાચારને વિહિપે વખોડયો

ગૌહત્યાના નામે હિન્દુ સમાજના સભ્યો સાથે થયેલ અત્યાચારને વિહિપે વખોડયો

 | 12:09 am IST

ભાવનગર, તા.૧૯

કુદરતી રીતે જ્યારે કોઈ પણ પશુ મૃત્યુ પામે ત્યારે તેના નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે. આ પ્રકારનું કાર્ય હિન્દુ સમાજના કેટલાક સમૂહો વર્ષોથી પરંપરાગત રીતે કરે છે અને કરતા આવ્યા છે.

દરમિયાન કોઈ પણ તત્વો ગૌરક્ષાના ઓઠા હેઠળ આવી કામગીરીને ગૌહત્યામાં ખપાવીને હિન્દુ સમાજના સભ્યોને પીડિત કરે તે બિલકુલ ગેરકાનુની હોય ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ તેનો સખત વિરોધ કરે છે. ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ એસ.ડી. જાની, કાર્યકારી અધ્યક્ષ ધર્મેશભાઈ પંડયા, ઉપાધ્યક્ષ સંજયભાઈ મકવાણા,, જિલ્લામંત્રી અરવિંદભાઈ રાઠોડ અને બજરંગદળના પ્રમુખ અશોકભાઈ ગોહિલએ ઉનાના સમઢિયાળામાં બનેલ દલિત અત્યાચારની ઘટનાને સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.