ગ્રાન્ટ ન ફાળવતા કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના પ્રમોશન અટક્યા હવે અધ્યાપકો વડાપ્રધાનને ફરિયાદ કરશે - Sandesh
 • Home
 • Newspaper
 • ગ્રાન્ટ ન ફાળવતા કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના પ્રમોશન અટક્યા હવે અધ્યાપકો વડાપ્રધાનને ફરિયાદ કરશે

ગ્રાન્ટ ન ફાળવતા કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના પ્રમોશન અટક્યા હવે અધ્યાપકો વડાપ્રધાનને ફરિયાદ કરશે

 | 3:00 am IST

 • અધ્યાપક મહામંડળ દ્વારા લડતની ચીમકી અપાઈ
 • દ. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ૭૦૦ અધ્યાપકો અસરગ્રસ્ત  
  । સુરત ।
  સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતની તમામ કોલેજ અને યુનિવર્સિટીમાં કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ ફરજ બજાવતા હજારો અધ્યાપકોના પ્રમોશન અટકી જતાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલી નારાજગીના દોર વચ્ચે હવે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે લડતની ચીમકી આલાપી છે. પ્રથમ તબક્કામાં તમામ અધ્યાપકો પીએમ પોર્ટલ પર અથવા પ્રધાનમંત્રીના ટ્વીટર પર ફરિયાદ કરી પ્રધાનમંત્રીને આ સંદર્ભે વાકેફ કરે એવી રણનીતિ ગોઠવવામાં આવી છે.
  તાજેતરમાં જ શિક્ષણ વિભાગ દ્ધારા એક પત્ર દ્ધારા જણાવવામાં આવ્યંુ હતું કે, કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપતી નથી, એટલે અધ્યાપકોને કેરિયર એડવાન્સ સ્કીમ હેઠળ પ્રમોશન આપી શકાય નહીં. ગ્રાન્ટ ન આવવાની બાબત શિક્ષણ જગત માટે ચિંતાજનક હોય ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળની ગત ૨૯ જૂનના રોજ ઓનલાઇન મિટિંગનું આયોજન કરાયું હતું. મિટિંગમાં યુનિવર્સિટી અને કોલેજના પ્રતિનિધિઓ સાથે પ્રમોશન સહિતના પડતર પ્રશ્ને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. દરમિયાન એક સાથે હજારો અધ્યાપકો પ્રધાનમંત્રી પોર્ટલ પર જઇને ઓનલાઇન ફરિયાદ કરે એવું નિર્ધારીત કરાયું હતંુ. દક્ષિણ ગુજરાત અધ્યાપક મંડળના મુકેશ મહિડાએ જણાવ્યું હતંુ કે, ગ્રાન્ટ ન આવતા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફરજ બજાવતા ૭૦૦ જેટલા અધ્યાપકો અસરગ્રસ્ત થયા છે. તે સૌ અધ્યાપક મહામંડળના નિર્ણય પ્રમાણે પ્રધાનમંત્રીને પોર્ટલ અથવા તો ટ્વીટરના માધ્યમથી ફરિયાદ કરશે અને પોતાની રજૂઆત પ્રધાનમંત્રી સુધી પહોંચાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;