ગ્રામ પંચાયતના કામના હિસાબ મામલે સામસામી મારામારી : ૧૦ સામે ગુનો - Sandesh
  • Home
  • Bhavnagar
  • ગ્રામ પંચાયતના કામના હિસાબ મામલે સામસામી મારામારી : ૧૦ સામે ગુનો

ગ્રામ પંચાયતના કામના હિસાબ મામલે સામસામી મારામારી : ૧૦ સામે ગુનો

 | 4:06 am IST
  • Share

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ ત્યા જ પંચાયતમાં કામો કર્યા બાદ તેના હિસાબ મામલે સરપંચ સાથે રઝકઝ કરીને તેના ભાઈ તથા ભત્રિજાને છ શખસો દ્વારા ઘરે જઈને મારમારવામાં આવતા જામવાળીના છ શખસો સામે ગુનો નોંધાયો છે. જ્યારે સામાપક્ષે પણ મારમાર્યાની ચાર સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે કુલ ૧૦ શખસો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પાલિતાણા ટાઉન પોલીસમાં જામવાળી ગ્રામ પંચાયતના સરપંચ તુલશીભાઈ ચૌહાણના ભાઈ જયસુખભાઈ બિજઈભાઈ ચૌહાણએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગ્રામ પંચાયતમાં મંજુર થયેલા કામના હિસાબ બાબતે જામવાળી ગામના દિનેશભાઈ પોપટભાઈ રાઠોડ તેના ભાઈ તુલશીભાઈ સાથે રકઝક કરી હતી. ત્યાર બાદ તેના ભાઈને લઈને તે ઘરે આવતા રહ્યા હતા.

બાદમાં તેના ઘરની બહાર લાકડીઓ લઈને પોપટભાઈ રણછોડભાઈ રાઠોડ, દામજીભાઈ મેરાભાઈ રાઠોડ, દિનેશભાઈ પોપટભાઈ રાઠોડ, સંજય ધરમશીભાઈ રાઠોડ ડેલીએ આવીને બૂમો પાડીને તારા ભાઈને બહાર કાઢ તેમ કહેવા લાગ્યા હતા. તેની પાસેથી અમારે હિસાબ લેવાનો છે. કહીંને ગાળો આપી હતી. ડેલીને ધોકા, લાકડીઓ પછાડીને ઉશ્કેરાઈ જઈને દિનેશએ લાકડીનો ઘા જમણા હાથ માર્યો હતો, આ સાથે રહેલા લોકોએ પણ મારમારતા મુંઢ ઈજાઓ થઈ હતી.

તેઓ ગાળો બોલતા બોલતા તેમના ઘર તરફ જઈ રહ્યા હતા, બાદમાં તેના કૌટૂંબિક ભરતભાઈ શિવાભાઈ રાઠોડ તથા વીક્રમભાઈ ધરમશીભાઈ રાઠોડ આવ્યા હતા અને મનફાવે તેમ ગાળો આપીને ઈંટોના ઘા માર્યા હતા. જેથી ઈજા ગ્રસ્ત સંજયભાઈ ભનુભાઈ ચૌહાણને પાલિતાણા સદવિચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ તેને તથા વિજય ચૌહાણને વધુ સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પાલિતાણા ટાઉન પોલીસે હાથ ધરી છે.

સામાપક્ષે શોભાબેન દિનેશભાઈ રાઠોડએ પણ એવા પ્રકારની ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિ દિનેશભાઈએ પંચાયતના કરેલા કામનો હિસાબ બાકી હોય જે સરપંચ તુળસીભાઈના ઘરે જઈને માંગ્યો હતો, પણ તેઓએ ઉશ્કેરાઈ જઈને મારા પતિ દિનેશભાઈનો કાઠલો પડકીને ગાળો આપી હતી. હું વચ્ચે પડતા મને કપાળે પાઈપનો ઘા વાગ્યો હતો. મારા કાકીજી, દીયરને પણ ઢીંકા પાટુંના માર માર્યો હતો. ઈંટોના છુટા ઘા માર્યા હતા. જેથી તેણીને ઈજાગ્રસ્ત હાલતે પ્રથમ પાલિતાણા બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. માથામાં પાઈપના ઘા વાગતા ટાંકા લેવાયા હતા.

આ અંગે પોલીસે તુલશીભાઈ બીજલભાઈ ચૌહાણ, જયસુખભાઈ બીજલભાઈ, પરેશ જયસુખભાઈ અને હરી તુલશી ભાઈ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો