ઘરકંકાસના કારણે તળાજાના ખંઢેરા ગામે પતિએ કરી હતી પત્નીની હત્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ઘરકંકાસના કારણે તળાજાના ખંઢેરા ગામે પતિએ કરી હતી પત્નીની હત્યા

ઘરકંકાસના કારણે તળાજાના ખંઢેરા ગામે પતિએ કરી હતી પત્નીની હત્યા

 | 4:18 am IST

ા તળાજા (સંદેશ બ્યુરો) ા

તળાજાના ખંઢેરા ગામે બે દિવસ પહેલા ગળેફંસો ખાઈ મહિલાના મોતના બનાવમાં ફેરેન્સિક લેબ.માં કરાયેલ મૃતકની પી.એમ.ની કાર્યવાહી વચ્ચે પતિએ જ પત્નીની હત્યા કર્યાની મૃતકના ભાઇએ બનેવી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતક પરિણીતાના પતિને નજરકેદ કર્યા હતા.

દાઠા પો.સ.ઇ.મહેશ્વરીએ બનાવ અંગે વિહતો આપતાં જણાવ્યું કે, ભાવનગર નજીકના સનેસ ગામે રહેતા નિલેશ દુલાભાઈ મેર (ઉ.વ.૩૭) એ દાઠા પોલીસ મથકમાં ખંઢેરા ગામે રહેતા બનેવી રૃખડ હમજીભાઈ વાળા વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હીત કે, ફ્રિયાદીના બહેન કંચનબેન (ઉ.વ.૩૬)ને બે દિવસ પહેલા રાત્રી દરમિયાન તેમના પતિએ ઘરકંકાસના કારણે દોરડા વડે ગળે ટૂંપો દઈ તેમનું મોત નિપજાવ્યું હતું. પોલીસ ફ્રિયાદ નોંધાતા દાઢા પોલીસે પત્નીની હત્યાના ગુન્હા સબબ પતિ રૃખડ હમજીભાઇ વાળાને નજરકેદ કર્યો હતો. જયારે, કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે ઉમેર્યું હતું કે, ઝડપાયેલાં ઇસમ પાસેથી એવી પ્રાથમિક વિગતો મળી છે કે, દંપતીનો લગ્ન ગાળો સત્તર વર્ષનો હતો અને ત્રણ સંતાનો છે.અવાર નવાર ઘર કંકાસને લઈ બન્ને વચ્ચે ઝઘડો થતો રહેતો હતો.જેને લઈ પરિણીતા પિયર ચાલી ગઈ હતી. જે દોઢ માસ પહેલાં જ ફ્રી ખંઢેરા ગામે પતિ સાથે રહેવા આવી હતી.ઉલ્લેખનિય છે કે,ઘર કંકાસના કારણે ક્રોધિત થયેલ પિતાએ ત્રણ સંતાનો પાસેથી માતૃપ્રેમ છીનવી લઇ તેમને નોંધારા બનાવી દિધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;