ઘરગથ્થુ ઉપચારથી હોઠ મુલાયમ બનાવી શકાય છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • ઘરગથ્થુ ઉપચારથી હોઠ મુલાયમ બનાવી શકાય છે

ઘરગથ્થુ ઉપચારથી હોઠ મુલાયમ બનાવી શકાય છે

 | 3:00 am IST
  • Share

પ્રશ્ન : મારી ઉંમર 19 વર્ષ છે. મારા હોઠ દરેક સિઝનમાં ફાટેલા રહે છે. તેને મુલાયમ, ગુલાબી બનાવવા માટે શું કરી શકાય? મને કોઈ ઉપાય બતાવો. 

જવાબ : હોઠ, મુલાયમ અને ગુલાબી રહે એ માટે મોઇૃરાઇઝર રિચ લિપસ્ટિકનો ઉપયોગ કરો. લિપસ્ટિકની ક્વોલિટી સારી ન હોય તો હોઠ કાળા પડી જાય અને ફાટી પણ જતા હોય છે. રાત્રે સૂતા પહેલાં બદામનું તેલ હોઠ ઉપર લગાવો. લીંબુનો રસ અને ખાંડના પાઉડરથી હોઠ પર હળવા હાથે સ્ક્રબ કરો. એનાથી ડેડ સ્કિન નીકળી જશે. તેને તમે નિયમિત લગાવી શકો છો. તાપમાં નીકળો એ પહેલાં હોઠ ઉપર એસપીએફ 15 બેઝ્ડ લિપ બામ લગાવો. તેનાથી હોઠ કાળા નહીં પડે. દાડમ અથવા બીટનો રસ પણ હોઠ ઉપર લગાવી શકો. એનાથી કાળાશ દૂર થશે અને હોઠ ગુલાબી લાગશે.  

પ્રશ્ન : મારી ઉંમર 20 વર્ષ છે. હું કોલેજ ગોઇંગ ગર્લ છું. મને ડાબી આઇબ્રોના કોર્નર ઉપર વાગ્યાનું નિશાન છે, તેથી ત્યાં આઇબ્રો ઊગતી નથી. એનાથી મારી આઇબ્રોનો શેપ સારો લાગતો નથી. જેથી કોલેજમાં મને શરમ આવે છે. આઇબ્રોને શેઇપમાં રાખવા મારે શું કરવું જોઇએ? મને ઉપાય બતાવશો.  

જવાબ : જે જગ્યાએ આઇબ્રો ઊગતી નથી, ત્યાં એન્હેન્સમેન્ટ પ્રોસેસ કરાવી શકો છો. વાગ્યાનું નિશાન હોય, આઇબ્રો આછી હોય, કોઇ બીમારીને લીધે આઇબ્રોના વાળ ખરી ગયા હોય આવી સમસ્યાઓનું સોલ્યુશન માઇક્રોબ્લેડિંગ, હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી ટેક્નિક અપનાવી શકો છો. આઇબ્રો એનહેન્સમેન્ટની પ્રોસેસમાં બહુ સાવધાની રાખવાની જરૂર છે. આ કોઇ પ્રોફેશનલ વ્યક્તિ પાસે જ કરાવવું જોઇએ. એવી જ રીતે પરમેનન્ટ ટેટુ બનાવી આપનાર આઇબ્રોનો શેઇપ પણ બનાવી આપે છે, પરંતુ તે આઇબ્રો બનાવવામાં માહેર હોવી જોઇએ. આમાંથી તમને જે અનુકૂળ આવે એ ઉપાય અજમાવી શકો છો.   

પ્રશ્ન : મારી ઉંમર 20 વર્ષ છે. મન નેઇલ આર્ટ કરવાનો બહુ શોખ છે પરંતુ મારા નેઇલ્સનો ગ્રોથ થતો નથી. આવા નખ પર નેઇલ પોલિશ પણ શૂટ કરતી નથી. મને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી મારા નખનો ગ્રોથ થવા લાગે.  

જવાબ : નખની કેર કરશો તો નેઇલ ગ્રોથ જરૂર થશે. એ માટે એક ટેબલસ્પૂન લીંબુનો રસ, 3 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ એક બાઉલમાં મિક્સ કરી લો. આ મિશ્રણને નાના પેનમાં નાંખીને તેને ગરમ કરી લો. એક કે બે મિનિટ પછી ગેસ ઉપરથી ઉતારીને ઠંડું પડે એટલે કાચની બોટલમાં ભરીને મૂકી દો. રાત્રે સૂતી વખતે આ મિશ્રણને કોટન પર લગાવીને નખ ઉપર રગડો. વારાફરતી વારા દરેક નખ ઉપર રગડયાં પછી આખી રાત નખ ઉપર લગાવેલું રહેવા દો. તમે વીકમાં ત્રણ વખત આનો ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઇલમાં રહેલું વિટામિન-ઈ મોઇૃરાઇઝરનું કામ કરે છે. તેનાથી ડેમેજ થયેલા નખ સારા થઇ જાય છે. નખનો ગ્રોથ પણ વધવા લાગે છે. એનાથી નખ શાઇન કરવા લાગે છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો