ઘરની આજુબાજુમાં હરિયાળી હોવાના કારણે બીમારીઓનું જોખમ ઘટે છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ઘરની આજુબાજુમાં હરિયાળી હોવાના કારણે બીમારીઓનું જોખમ ઘટે છે

ઘરની આજુબાજુમાં હરિયાળી હોવાના કારણે બીમારીઓનું જોખમ ઘટે છે

 | 5:47 am IST
  • Share

યુરોપમાં દરવર્ષે 43 હજાર લોકો અકાળે મોતને ભેટે છે, જેનું કારણ ચોંકાવનારંુ છે. યુરોપના 900 શહેરોમાં થતા આવા મોતનું કારણ છે હરિયાળીનો અભાવ. આ દાવો ર્બાિસલોના ઇન્સ્ટિટયૂટ ઓફ ફોર ગ્લોબલ હેલ્થ રિસર્ચરોએ તેમના તાજેતરના રિસર્ચમાં કર્યો છે.    રિસર્ચ મુજબ જે શહેરોમાં પાર્ક છે જ્યાં એરક્વોલિટીમાં સુધારો જોવા મળી રહ્યો છે એટલે કે, પ્રદૂષણ ઓછું છે. લોકો હરિયાળી વચ્ચે એક્સસાઇઝ કરે છે જેનાથી વજન ઘટે છે. પાર્ક તેમના હદય અને ફેફસાંને તંદુરસ્ત રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ સિવાય તે તણાવ અને અનિદ્રાને પણ દૂર કરે છે. તમારી આસપાસ રહેલી હરિયાળી શારીરિક અને માનસિક રૂપથી તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં તે આયુષ્ય વધારવાની સાથે બીપીને પણ કંટ્રોલમાં રાખે છે.   બીજી તરફ હરિયાળી ના હોવાના કારણે મોતનું જોખમ વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(ઉઁર્ં)પણ તેના પર ગાઇડલાઇન જારી કરી ચૂક્યું છે. ઉઁર્ં કહે છે કે તમારું ઘર હરિયાળા વિસ્તારની 300 મીટરના દાયરામાં હોવું જોઈએ. આ પહેલાં યુકેની પ્લેમાઉથ યુનિર્વિસટીના સંશોધકોએ તેમના રિસર્ચમાં કહ્યું હતું કે, જો તમારા ઘરની આસપાસ હરિયાળી ઔહોય તો તેના કારણે આલ્કોહોલ, સિગારેટ ઔવગેરેના સેવનની ઇચ્છા પણ ઘટે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, હરિયાળીની ઘટ અને મોત વચ્ચે કનેક્શન છે. યુરોપમાં દર વર્ષે અંદાજે 43 હજાર મોતનું કારણ પણ હરિયાળીના અભાવ છે. તો યુકેના 113 શહેરોમાં દર વર્ષે આનાથી 7,052 મોત થાય છે. ર્બાિસલોના ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ હેલ્થમાં અર્બન પ્લાનિંગ વિભાગના ડાયરેક્ટર માર્ક જે કહે છે, રિસર્ચના આંકડાઓ બતાવે છે કે, યુરોપીય શહેરોમાં હરિયાળીના લેવલમાં નવા ફેરફારો કરવાની જરૂર છે. જેમ કે ગ્રીન રૂફ અને ર્વિટકલ ગાર્ડન વધારવા પર ફોકસ કરવું જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો