ઘરનું મુખ્ય દ્વાર આવું હોવું જોઈએ - Sandesh

ઘરનું મુખ્ય દ્વાર આવું હોવું જોઈએ

 | 12:30 am IST
  • Share

ઘરના મુખ્ય દ્વાર વિશે અનેક ભ્રમ અને માન્યતાઓ પ્રચલિત છે. કેટલાક લોકો રસોડામાંથી અવરજવર કરતાં હોવાથી તેને અથવા જ્યાંથી વધારે અવરજવર થતી હોય તેને મુખ્ય દ્વાર ગણે છે, પરંતુ વિશ્વકર્મા વાસ્તુપ્રકાશપ્રમાણે જ્યાંથી ઘરના સર્વ સભ્યોની તથા મહેમાનોની અવર-જવર થાય તેને મુખ્ય દ્વાર ગણવું જોઈએ.

ઘરની સુખ-સમૃદ્ધિ અને પ્રગતિનો મુખ્ય દ્વાર કેવું, કઈ દિશામાં અને બારસાખ ક્યારે (કયા મુહૂર્તમાં) મૂક્વામાં આવ્યું છે તેના પર છે. ઘરના બીજા બધા દ્વારોનું (રસોડામાંથી વાસણ ધોવા જવાનું દ્વાર, બેડરૃમમાંથી ગેલરીમાં જવાનું દ્વાર, ઘરમાંથી બગીચામાં જવાનું દ્વાર વગેેરેનું) વાસ્તુમાં કોઈ મહત્ત્વ નથી. તેને ગૌણ દ્વારતરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય દ્વારની દિશા પરથી મકાન કઈ દિશાનું અથવા કયા અભિમુખનું છે તે જાણી શકાય છે. કેટલાક લોકો બહારથી મકાનમાં પ્રવેશ કરે તે દિશાને મુખ્ય દ્વારની દિશા માને છે. તે માન્યતા ખોટી છે. તેમ કરવાથી ઘણી ભૂલો થવાની શક્યતા છે.

પૌરાણિક વાસ્તુના નિયમોનો સાર

ઘરના મુખ્ય દ્વારમાંથી બહાર નીકળતાં જે દિશા દેખાય તે દ્વારની અથવા મકાનની દિશા ગણવી જોઈએ. ઉદા. કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળતાં સામે તેને પૂર્વ દિશા દેખાય તો તે મકાન પૂર્વાભિમુખ છે. દ્વાર આખા ઘરનું નાક છે. વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વાર કઈ દિશામાં છે તે પરથી બધું નક્કી થાય છે. ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જરૃરી નથી. તે પિૃમ કે દક્ષિણ દિશામાં પણ રાખી શકાય છે અને પ્રગતિ સાધી શકાય છે. આ માટે વાસ્તુપુરુષના ચિત્રનો ગહન અભ્યાસ જરૃરી છે. વાસ્તુપુરુષના ચિત્ર પ્રમાણે ઉત્તરે મુખ્ય, ભલ્લાટ અને કુબેરના સ્થાનમાં, પૂર્વે જયંત, ઈન્દ્ર અને સૂર્યના સ્થાનમાં, દક્ષિણે ગૃહક્ષત અને વિતથના સ્થાનમાં, પિૃમે પુષ્પદંત અને વરુણના સ્થાનમાં મુખ્ય દ્વાર મૂકી શકાય છે. દક્ષિણે મધ્યમાં એટલે કે યમના સ્થાનમાં અને અગ્નિના સ્થાનમાં ક્યારેય મુખ્ય દ્વાર બનાવવું નહીં. તે જ પ્રમાણે પિૃમે પાપ અને પિતૃસ્થાનમાં પણ મુખ્ય દ્વાર મૂક્વું નહીં. વિવિધ પદમાં મૂકાતાં મુખ્ય દ્વારના શું પરિણામ મળે તે આ પ્રમાણે છે.

ઈશ ઃ ભય અને દુઃખ

પર્જન્ય ઃ માનસિક બીમારી, સ્ત્રીને નુકસાન

જયંત ઃ પ્રગતિ, સામાજિક ર્કીિત, ધન લાભ

ઈન્દ્ર ઃ પિતાથી અથવા રાજાથી લાભ

સૂર્ય ઃ સામાજિક પ્રતિષ્ઠા, માનસિક શાંતિ, મોભો, વૈભવ

સત્ય ઃ વિપરીત પરિણામ, સ્ત્રીને તકલીફ

ભૃષ ઃ શત્રુતા, માનસિક પરિતાપ     

આકાશ ઃ ચોરીનો ભય, બીમારી

અગ્નિ ઃ અકસ્માત, અગ્નિથી ભય

પૂષા ઃ બંધન, મિત્રોથી નુકસાન, દગો

વિતથ ઃ મધ્યમ પ્રગતિ

ગૃહક્ષત ઃ પુત્રપ્રાપ્તિ, પ્રગતિ અને આકસ્મિક ધનલાભ

યમ ઃ આર્િથક નુકસાન, માનસિક ચિંતા, ભય, કામમાં અડચણ

ગંધર્વ ઃ માનહાનિ, પ્રતિષ્ઠાને નુકસાન, બીમારી

ભૃંગરાજ ઃ ચોરીથી ભય

મૃગ ઃ પુત્રને નુકસાન, અણધારી ઉપાધિ, કોર્ટ- કચેરીમાં ફસાવું

પિતર ઃ પુત્રને તકલીફ, આર્િથક નુકસાન, કોર્ટ-કચેરી

દૈવારિક ઃ શત્રુથી ભય, બીમારી

સુગ્રીવ ઃ આર્િથક નુકસાન, તકલીફો

પુષ્પદંત ઃ માનસિક શાંતિ, પ્રગતિ, ધનલાભ

વરુણ ઃ સુખ-શાંતિ, આરોગ્ય, લાભ

અસુર ઃ પિતા-પુત્રીને નુકસાન, બીમારી, હેરાનગતિ

શેષ ઃ આર્િથક નુકસાન

પાપ ઃ માંદગી, સ્ત્રીને તકલીફ, દરેક કામમાં અવરોધ

રોગ ઃ બીમારી, માનસિક પરિતાપ, ભય, ચિંતા

નાગ ઃ શત્રુતા, મુશ્કેલી

મુખ્ય ઃ સુખ-સંપત્તિ, પુત્રલાભ, ધનલાભ

ભલ્લાટ ઃ પ્રગતિ, વેપારમાં વૃદ્ધિ, આકસ્મિક લાભ

કુબેર ઃ ધનલાભ, નવી યોજનાઓ, ઐશ્વર્યની પ્રાપ્તિ

ભુજંગ ઃ શત્રુતા, સામાન્ય સભા

અદિતિ ઃ સ્ત્રીને તકલીફ, બીમારી

દિતિ- નુકસાન, નિષ્ફળતા અને વિલંબ – સમર્થેશ્વર

દ્વાર મૂક્વાનું મુહૂર્ત ઃ ઘરના મુખ્ય દ્વારનું ખૂબ મહત્ત્વ છે. તે કયા મુહૂર્તમાં મૂક્વું એ પણ જાણવું જરૃરી છે. મુખ્ય દ્વારનું મુહૂર્ત એટલે ઘરની જન્મકુંડળી. તેના દ્વારા ઘરમાં રહેતા સભ્યોનાં લાભહાનિ જાણી શકાય. શુભ મુહૂર્ત એટલે એવો સમય કે જે સમયે દ્વારની ગોઠવણી કરવાથી આપણે સૂર્યાદિ ગ્રહોની શક્તિઓનો લાભ આજીવન મેળવી શકીએ.

લગ્ન ઃ ઘરનું મુખ્ય દ્વાર બેસાડતી વખતે સ્થિર લગ્ન હોવું જરૃરી છે. વૃષભ, સિંહ, વૃિૃક અને કુંભ સ્થિર લગ્ન છે.

નક્ષત્ર ઃ રોહિણી, મૃગશીર્ષ, ઉત્તરાફાલ્ગુની, ચિત્રા, અનુરાધા, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, રેવતી શુભ નક્ષત્ર છે.

પક્ષ ઃ હંમેશાં શુકલ (સુદ) પક્ષ પસંદ કરવો. તેમાં પણ પૂનમ અને અગિયારસ અતિ ઉત્તમ ગણાય છે. અમાસના દિવસે ક્યારેય મુખ્ય દ્વાર ઊભું કરવું નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો