ઘરમાં જ બિયર બનાવીને આપશે તમને આ મશીન, રૂ. 6000માં બનશે 100 બોટલ - Sandesh
  • Home
  • Technology
  • ઘરમાં જ બિયર બનાવીને આપશે તમને આ મશીન, રૂ. 6000માં બનશે 100 બોટલ

ઘરમાં જ બિયર બનાવીને આપશે તમને આ મશીન, રૂ. 6000માં બનશે 100 બોટલ

 | 7:42 pm IST

જેવી રીતે ઘણા લોકો બહારના ભોજન કરતાં ઘરનું જ ભોજન પસંદ કરે છે. તેવી રીતે જો બિયરમાં પણ એવું થઈ જાય તો કેવું રહે. અમે વાત કરી રહ્યાં છીએ ઘરે જ બિયર બનાવનાર મશીનની. આ મશીન તમેને ઘરે જ બિયર બનાવીને આપશે, આ મશીન એકદમ ઓછી કિંમતમાં તમને બિયર બનાવી આપશે.

અમેરિકાની સ્ટાર્ટઅપ કંપની ધ બિયર મશીનને આ ખાસ મશીનને બનાવ્યો છે. જેના દ્વારા ઘર ઉપર જ મનપસંદ બિયર બનાવી શકાય છે. યુએસના લોકો પણ હવે આવી મશીન દ્વારા ઘરમાં જ બિયર બનાવીને તેની મજા માણતા હોય છે. તે ઉપરાંત બહારની બિયર કરતાં આ બિયર સસ્તી પણ પડે છે.

27 રૂપિયાથી ઓછી કિંમતમાં બનશે એક ગ્લાસ બિયર

આ મશીન બનાવનાર કંપનીએ દાવો કર્યો છે કે, આ મશીનથી એક ગ્લાસ બિયર 26.89 રૂપિયામાં એક ગ્લાસ બિયર બનાવી શકાય છે. આમ જોવા જઈએ તો માર્કેટમાં મળતી બિયર કરતાં આ ઘણી સસ્તી પડે છે. માર્કેટમાં બિયરનો એક કેન 100 રૂપિયા સુધી મળતો હોય છે.

ધ બિયર મશીનની કિંમત 89 ડોલર એટેલે કે લગભગ 6040 રૂપિયા છે. આ મશીન સાથે ખાસ પ્રકારનો બિયર મિક્સ પણ આવે છે જેના દ્વારા બિયર પણ બનાવી શકાય છે. તે ઉપરાંત કંપનીએ અલગ-અલગ બિયર મિક્સ વેરિયેટ પણ લોન્ચ કર્યા છે.

બિયર બનાવનાર મશીનને તમે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર પણ મંગાવી શકો છો. તે ઉપરાંત તે ઓનલાઈન શોપિંગ પોર્ટલ અમેજોન ઉપર પણ ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન