ઘરેલુ હિંસાના કાયદા હેઠળ મહિલા સુરક્ષિત રહી શકે છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • ઘરેલુ હિંસાના કાયદા હેઠળ મહિલા સુરક્ષિત રહી શકે છે

ઘરેલુ હિંસાના કાયદા હેઠળ મહિલા સુરક્ષિત રહી શકે છે

 | 12:30 am IST
  • Share

 

ઘરેલુરેલુ હિંસામાં સૌથી વધારે જો તકલીફ પીડિત મહિલાને થતી હોય તો એ આર્િથક તકલીફની હોય છે. બીજું તેનું બાળક તેની પાસે રહે એવું તે ઇચ્છતી હોય છે. ઘરેલુ હિંસાના કાયદા નીચે પીડિત મહિલા કલમ-૧૨ પ્રમાણેની અરજી કરતી હોય છે. તે અરજીનો નિકાલ કરતી વખતે, મેજિસ્ટ્રેટ પીડિત વ્યક્તિ અને તેના બાળકને પારિવારિક હિંસાના પરિણામે જે ખર્ચા થયા હોય તથા નુકસાન વેઠવું પડયું હોય તેને પૂરું કરવા, આર્િથક સહાય આપવાનો નિર્દેશ આપી શકે છે. આ નિર્દેશ મેજિસ્ટ્રેટ પારિવારિક હિંસાથી મહિલાના સુરક્ષા અધિનિયમ-૨૦૦૫ની કલમ-૨૦ નીચે કરી શકે છે. આ આદેશમાં પીડિત વ્યક્તિની કમાણીનું નુકસાન, તબીબી ખર્ચાઓ, પીડિત વ્યક્તિની સંપત્તિનો વિનાશ, તેને નુકસાન અથવા તેના કબજામાંથી સંપત્તિ લઇ લેવાથી થયેલા નુકસાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલમ-૨૦ની પેટા કલમ-૩ મુજબ કેસના પ્રકાર કે સંજોગોની જરૃરિયાત મુજબ મેજિસ્ટ્રેટ કરે તે આદેશમાં જણાવાયેલા સમયગાળામાં પીડિત વ્યક્તિને આર્િથક સહાય ચૂકવવાની રહે છે. જો આ આદેશની શરત મુજબ ચુકવણી કરવામાં પ્રતિવાદી નિષ્ફળ જશે તો મેજિસ્ટ્રેટ પ્રતિવાદીના માલિકને તેના પગાર કે વેતનના ભાગ અથવા તો પ્રતિવાદીના કર્જદારને બાકી દેવાનો ભાગ, કોર્ટ સમક્ષ અથવા તો પ્રતિવાદીના ખાતામાં જમા કરાવવા નિર્દેશ આપી શકે છે.  

સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટને લાગે તો કલમ-૨૧ પ્રમાણે ગમે તે તબક્કે, પીડિત વ્યક્તિ કે તેના વતી અરજી કરનાર વ્યક્તિને બાળક  અથવા બાળકોનો, કબજો સોંપવાનો તેમજ પ્રતિવાદી આ બાળક કે બાળકોની મુલાકાત લઇ શકે તે માટે જરૃર પડે, વ્યવસ્થા કરવાનો આદેશ આપી શકે છે. આ કલમની શરત એ કે, જો મેજિસ્ટ્રેટ એવા મતના હોય કે, પ્રતિવાદીની મુલાકાત બાળક કે બાળકોના હિતને નુકસાન રૃપ થશે તો મેજિસ્ટ્રેટ આ મુલાકાતને મંજૂરી આપવાનો ઇન્કાર કરી શકે છે.  આમ, આર્િથક રાહત અને બાળકના કબજાના આદેશ ઉપરાંત મેજિસ્ટ્રેટ કલમ-૨૨ પ્રમાણે વળતરનો આદેશ પણ કરી શકે છે. આ કાયદા હેઠળ આપવામાં આવેલી અન્ય રાહતો ઉપરાંત, મેજિસ્ટ્રેટ પ્રતિવાદીનો પારિવારિક હિંસાનાં કૃત્યોના લીધે પીડિત મહિલાને માનસિક અત્યાચાર તથા લાગણીસભર દુઃખ સહિતની ઇજાઓ માટે, પીડિત વ્યક્તિની અરજી પર પ્રતિવાદીને પીડિત વ્યક્તિને વળતર અને નુકસાન ચૂકવવા નિર્દેશ આપતો આદેશ આપી શકે છે. જો કોર્ટને લાગે કે પ્રથમદર્શી રીતે અરજી દર્શાવે છે કે, પ્રતિવાદી એટલે કે સામેવાળી વ્યક્તિ પારિવારિક હિંસા કરી રહીં છે કે તેણે કરી છે અથવા તો કરવાની સંભાવના છે, તો પીડિત વ્યક્તિની પ્રતિવાદી સામે નમૂનામાં કરેલી એફિડેવિટના આધારે એકતરફી આદેશ આપી શકે છે. એફિડેવિટ આ કાયદા નીચે ઘડાયેલાં નિયમો પ્રમાણે નમૂના-૩માં કરવાની હોય છે. પીડિત મહિલાને આ કાયદા નીચે આર્િથક સહાય, સુરક્ષાની સહાય, વળતરની સહાય, બાળકના કબજાની સહાય અને રહેણાકની સહાયના આદેશ મળી શકે છે. આમ, આ કાયદો મહિલાને સુરક્ષિત રહેવા માટે ઘણી મદદ કરે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન