ઘરે બનાવો મોંમા પાણી લાવી દે તેવો સ્પાઈસી મજેદાર 'તવા પુલાવ' - Sandesh
  • Home
  • Food & Travel
  • ઘરે બનાવો મોંમા પાણી લાવી દે તેવો સ્પાઈસી મજેદાર ‘તવા પુલાવ’

ઘરે બનાવો મોંમા પાણી લાવી દે તેવો સ્પાઈસી મજેદાર ‘તવા પુલાવ’

 | 5:38 pm IST

તમને જણાવી દઇએ કે, તવા પુલાવ મુંબઇમાં બહુ જ ફેમસ છે. અને કહેવાય છે કે, મુંબઇના ઘણા ઘરોના લોકો અઠવાડિયામાં બે-ત્રણ તવા પુલાવની મજા માણવા માટે બહાર જતા હોય છે. 

સામગ્રી
2 કપ બાસમતી રાંધેલો ભાત
1/2 ચમચી જીરું
1 ડુંગળી જીણી સમારેલી
1/2 આદુ, લસણની પેસ્ટ
1 મરચુ જીણું સમારેલું
1/2 કપ ગાજર જીણા સમારેલા
1 ટમેટું જીણું સમારેલુ
1/2 કપ લીલા વાટાણા
1 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો
1/2 ચમચી હળદર
1/2 ચમચી મરચું
2 ચમચા તેલ
મીઠું સ્વાદાનુસાર
કોથમરી જીણી સમારેલી
ડુંગળી અને લીંબુની રીંગ સજાવટ માટે

રીત
-સૌ પહેલા ગાજર અને વટાણાને બાફી લો. બફાઇ ગયા પછી તેમાંથી પાણી નીતારી લો.
-એક કડાઈમાં તેલ મુકો. તેમાં જીરું નાખો. જીરું લાલ કલરનું થાય એટલે તેમાં જીણી સમારેલી ડુંગળી નાખો.
-ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઇ જાય પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીને હલાવો.
-પછી તેમાં જીણા સુધારેલા ટામેટા નાખીને હલાવો. ટામેટા થોડા ચડવા લાગે પછી તેમાં બાફેલા ગાજર ,વટાણા મરચા નાખો.
-ત્યારબાદ તેમાં પાવભાજી મસાલો, હળદર, મરચું, મીઠું ઉમેરીને ફરી વાર હલાવો.
-તેમાં રાંધેલો ભાત ઉમેરીને ધીરેથી બધું મિક્ષ કરો. કોથમરી, ડુંગળી, લીબુંથી તેને સજાવો, તો તૈયાર છે ‘તવા પુલાવ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન