ઘાટલોડિયામાં પફનું ઓવન ચાલુ રહી જતાં ત્રણ શ્રમિકોના ગૂંગળાવાથી મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ઘાટલોડિયામાં પફનું ઓવન ચાલુ રહી જતાં ત્રણ શ્રમિકોના ગૂંગળાવાથી મોત

ઘાટલોડિયામાં પફનું ઓવન ચાલુ રહી જતાં ત્રણ શ્રમિકોના ગૂંગળાવાથી મોત

 | 2:00 am IST
  • Share

ઘાટલોડિયાના ગોપાલનગર પાસે પફની એક ફેક્ટરીમાં પાછલી રાત્રે પફ બનાવવાનું ઈલેક્ટ્રિક ઓવન સોમવારે ભૂલથી આખી રાત ચાલુ રહી જતાં તેમાં પફ બળવાથી કલાકો સુધી જે ધુમાડો નીકળ્યો તેમાં ફેક્ટરીમાં કામ કરતાં અને ત્યાંજ રાત્રે સૂઈ જતા એક કિશોર સહિત ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના મંગળવારે પરોઢે ગૂંગળામણથી કરુણ મૃત્યુ થયા હતા. ેંદ્બજી નામની આ ફેક્ટરીમાં બનેલી ઘટના વિષે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ ત્રણેય મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

મૃતકમાં એક કિશોર પણ હોવાથી ફેક્ટરીના માલિક સામે બાળમજૂર અધિકાર ધારાના ભંગનો ગુનો પણ લાગી શકે તેમ છે.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ વાય. આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, ગોપાલનગર પાસે આવેલા ેંદ્બજી ફ્ૂડ ફર્મ નામના પફ્ બનાવવાના કારખાનામાં મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ઈબ્રાહીમ (ઉ.વ.૪૫), અસલમ (ઉ.વ.૨૧) અને તેમનો સંબંધી હસન (ઉ.વ.૧૫) રહેતા હતા. જેમાં પફ્ બનાવવાના મશીનની સ્વીચ ચાલુ રહી જતાં ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. કારખાનાના માલિક રાજશ્રીબેન અંકુરભાઈ પટેલ (રહે. છારોડી, ગાંધીનગર) છે. આજે સવારે તેઓએ જ પોલીસને જાણ કરી હતી. ૧૫ દિવસ પહેલા જ કારખાનું ભાડે રાખી અને ધંધો શરૃ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજુબાજુમાં રહેણાંક મકાનો આવેલા છે અને કારખાનું શરૃ કરવામાં આવ્યું છે જેના મામલે તપાસ કરવામાં આવશે.   ઘાટલોડિયા પોલીસના જણાવ્યા મુજબ આજુબાજુમાં રહેણાંક મકાન આવેલું છે. જગ્યાના માલિક બાજુમાં રહેતા વિષ્ણુ દેસાઈ છે અને તેઓએ ભાડે મકાન આપેલું છે. ફયર સેફ્ટી હતી કે કેમ તે મામલે તપાસ કરવામાં આવશે. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા બેકરી આઈટમ ચલાવવા માટે હેલ્થ લાયસન્સ હતું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે?

૧૮ દિવસ પહેલા પણ બોપલ ડીપીએસ સ્કૂલની પાછળ આવેલી ગટરમાં કોઇ પણ પ્રકારની સેફ્ટી વગર ઊતરેલા ૨ સગા ભાઈ અને કાકા ગરકાવ થઇ ગયા હતા. જેમાંથી બે સગા ભાઈઓ અને કાકાનું મોત થયું છે. ગટરનું ઢાંકણું ખોલતાની સાથે જ તેમાંથી પ્રેશર સાથે પાણી અને ગેસ બહાર આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સંદીપ ગટરનું ઢાંકણું ખોલી રહ્યો હતો ત્યારે ઢાંકણું ખોલતાની સાથે જ તેમાંથી પ્રેશર સાથે પાણી અને ગેસ બહાર આવ્યો હતો. જેથી ગૂંગળામણ થવાથી સંદીપ ગટરમાં પડી ગયો. સંદીપને બચાવવા માટે તેના કાકા ભરતભાઈ ગટરમાં ઊતરતા તે પણ ગટરમાં ગરકાવ થઇ ગયા હતા. તે બંનેને બચાવવા માટે રાજુ પણ ગટરમાં ઉતર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો