ઘેડ પંથકમાં નદીઓના પાણી ફરી વળ્યા : અનેક ગામો ટાપૂ બની ગયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Jamnagar
  • ઘેડ પંથકમાં નદીઓના પાણી ફરી વળ્યા : અનેક ગામો ટાપૂ બની ગયા

ઘેડ પંથકમાં નદીઓના પાણી ફરી વળ્યા : અનેક ગામો ટાપૂ બની ગયા

 | 7:15 am IST
  • Share

  • કુતિયાણાથી કેશોદ સુધીના વિશિષ્ટ પ્રદેશની બલિહારી
  • ૨૫થી વધુ ગામડાનો સંપર્ક કપાઈ ગયો ઃ ૨૮૫ લોકોને સલામત સ્થળે ખસેડયા
  • કુતીયાણા,પોરબંદરઃ પોરબંદર, કુતીયાણાના ઘેડ પંથક ભૌગોલિક રીતે વિષમ પરિસ્થિતિ ધરાવે છે. આ વિસ્તારની ખેતીની જમીનની આજુબાજુમા મહિનાઓ સુધી વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાના કારણે ખેતીની જમીનનું સંપૂર્ણ ધોવાણ થઈ જાય છે. ત્યારે કુતીયાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કુતીયાણામાં નિચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તેમજ પરવારી, છત્રાવા, ભોગસર, કાંસાવડ, જમરા વગેરે ઘેડના ગામોમાં અને ખેતરોમાં પાણી ભરાયા છે.કુતિયાણા પંથક માં વરસાદ ના કારણે તથા ભાદર નદીના પાણીને લીધે પોરબંદરના ઘેડ પંથક માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે કુતિયાણા તાલુકામાંથી કુલ ૨૮૫લોકો ને સલામત સ્થળે ખસેડાયા છે તો પાંચ લોકો નું રેસ્કયુ કરવામાં આવ્યા છે
    પોરબંદર જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા છ ઈંચ જેટલા વરસાદ ઉપરાંત ઓઝત, ભાદર વગેરે નદીના ઘોડાપૂરને કારણે પોરબંદરનો ઘેડ પંથક જળબંબાકાર થઇ ગયો છે મોટાભાગના ગામોમાં પાણી ઘુસી ગયા હતા જેના લીધે ૧૨ જેટલા રસ્તા બંધ કરાયા છે જેમાં ભડ ચિકાસા રોડ, અમીપુર બળેજ રોડ, કડછ મંડેર રોડ, પાતા સરમાં રોડ, રાતીયા ગોગન બેટ રોડ, નેરાણા છત્રાવા રોડ, એરડા પાદરડી રોડ, જાંબુ પાદરડી રોડ, ગોસા-મોકર-બાપોદર- કંડોરણા રોડ, કોયાણા -જાંબુ- કેરાળા-બપોદર રોડ, સેગરસ છત્રાવા રોડ, જમરા છત્રાવા રોડ, છત્રાવા મહિયારી રોડ, મહિયારી ધરસણ, મહિયારી બળેજ રોડ, ધરસણ રેવદ્ર કડેગી રોડ, ઘરસણ ગઢવાણા સમેગા રોડ, દેસિગા મોડદર રોડ, કંટ્રોલ એપ્રોચ રોડ હાલ વધુ વરસાદના કારણે બંધ કરાયા છે. જે ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થયા બાદ સંભવીત તા.૧૮સપ્ટેમ્બરના રોજ રસ્તો ખોલવામાં આવશે. કુતિયાણાના ટેલીફેન એક્સચેન્જ પાછળના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એનડીઆર એફ્ ની ટીમ દ્વારા ચાર લોકોને બોટ મારફ્ત રેસ્કયુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા તો તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૮૫ લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો