ઘોઘંબા સ્થિત કરાડ ડેમમાંથી ૭૦ ક્યુસેક પાણી છોડાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઘોઘંબા સ્થિત કરાડ ડેમમાંથી ૭૦ ક્યુસેક પાણી છોડાયું

ઘોઘંબા સ્થિત કરાડ ડેમમાંથી ૭૦ ક્યુસેક પાણી છોડાયું

 | 2:31 am IST

ખેડૂતોએ પાણીની માગણી કરી હતી

ા ગોધરા ા

ઘોઘંબા સ્થિત કરાડ ડેમમાંથી ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઇ કેનાલમાં ૭૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કાલોલ તાલુકાના ખેડૂતો દ્વારા ડાંગરની ખેતીમાં સિંચાઈ પાણીની જરૂરિયાત હોવાની રજુઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છેકે કરાડ ડેમમાં હાલ ૫૫% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઘોઘબાના પાલ્લા ખાતે આવેલા કરાડડેમ માંથી કેનાલ મારફ્તે ઘોઘબા અને કાલોલ તાલુકામાં ખેડૂતોને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે.કરાડ ડેમ આ વખતે કેચમેન્ટ વિસ્તારમાં ઓછા વરસાદને પગલે સંપૂર્ણ ભરાયો નથી.ડેમમાં હાલ માત્ર ૫૫% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.જેથી આગામી શિયાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઈ સુવિધાના ભાગરૂપે પાણી મળ્યા બાદ ઉનાળામાં તકલીફ્નો સામનો કરવો પડે એવી શક્યતાઓ નકારી શકાય એમ નથી.બીજી તરફ્ હાલ ચોમાસા દરમિયાન ખેડૂતોએ ડાંગરનું

વાવેતર કર્યુ હતું.જેમાં પણ મેઘરાજાએ વિદાય લેતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઉભી થઇ છે.જે અંગે ખેડૂતોએ મંડળી મારફ્તે કરાડ ડેમમાંથી કેનાલમાં પાણી આપવા માંગ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;