ચણોદમાં જે વસાવત હયાત જ નથી તેનું વીજબિલ પંચાયતને માથે આવી ગયું - Sandesh
  • Home
  • Newspaper
  • ચણોદમાં જે વસાવત હયાત જ નથી તેનું વીજબિલ પંચાયતને માથે આવી ગયું

ચણોદમાં જે વસાવત હયાત જ નથી તેનું વીજબિલ પંચાયતને માથે આવી ગયું

 | 3:00 am IST

  • ચાલીનું ડિમોલિશન બાદ પંચાયતે પાણીની ટાંકી બનાવી હતી

વાપીઃ ચણોદ ગ્રામ પંચાયતની હદમાં ભૂતકાળમાં એક ચાલી હતી. પરંતુ હાલમાં તે સ્થાને પંચાયતની પાણીની ટાંકી બનાવી છે. પૂર્વેની આ ચાલીના વીજ કંપનીના ગ્રાહકનું બાકી વીજબિલ રૃપિયા ૭૧ હજાર હવે ગ્રામ પંચાયતના માથે પડયંુ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.

ચણોદ ગ્રામ પંચાયત દ્વારા હાલ જ્યાં પાણીની ટાંકી બનાવાય છે ત્યાં આઠ દસ વર્ષ પૂર્વે સત્તારભાઇ નામના કોઇ વ્યક્તિની ચાલ હતી. તે ચાલનું ડિમોલિશન કરી દેવાયંુ હતું. અને જગ્યા ખુલ્લી કરી દેવાઇ હતી. આઠ-દસ વર્ષ પહેલાંની આ ચાલીમાં વીજકંપનીની ગ્રાહક હોવાથી અને તેમના વીજ કનેકશન અને વીજ વપરાશના બિલો બાકી હોય તે વ્યાજ સાથે વધીને હવે રૃપિયા ૭૧ હજાર થઇ જતા આ મામલે વીજ કંપનીએ ચણોદ ગ્રામ પંચાયતને નોટિસ આપી હોવાની વિગત સામે આવી છે. વાપી ટાઉન વીજ કંપનીની કચેરીના જણાવ્યા પ્રમાણે મૂળ માલિક સત્તારભાઇ જે વીજ કંપનીનો ગ્રાહક હોય તેમની ચાલી હતી તે બિલ બાકી હોય તે વ્યાજ સાથે રૃપિયા ૭૧ હજાર થઇ ગઈ છે. હવે જે તે સ્થળે ગ્રામ પંચાયતે પાણીની ટાંકી બનાવી દીધી છે. અને પ્રશ્નવાળી જગ્યા હાલ ગ્રામ પંચાયત ચણોદના હસ્તક હોવાથી ગ્રામ પંચાયતને આ મામલે નોટિસ આપવાની થઇ છે.

;