ચલામલી પંથકમાં ટામેટીમાં નેમીટોસ વાઇરસનો પ્રકોપ - Sandesh
  • Home
  • Newspaper
  • ચલામલી પંથકમાં ટામેટીમાં નેમીટોસ વાઇરસનો પ્રકોપ

ચલામલી પંથકમાં ટામેટીમાં નેમીટોસ વાઇરસનો પ્રકોપ

 | 3:13 am IST

 

કેળ બાદ હવે ટામેટીમાં રોગ લાગુ પડતા મુશ્કેલી

આ રોગને કારણે ટામેટીના મૂળીયા જ સુકાઈ જાય છે, ફળ થતું નથી

ા જબુગામ ા

બોડેલી તાલુકાના ચલામલી,નવા ટીમ્બરવા, વણઘા સહીત ગામોમાં કેળ બાદ ટામેટીમા નેમિટોસ નામક વાઈરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ટામેટીના પાકમાં નેમીટોસ વાયરસના પ્રકોપને કારણે ટામેટીના મુળીયા સુકાઈ જાય છે. જેના કારણે છોડ મૃતઃપ્રાય અવસ્થામાં આવી જાય છે અને ફળ થતુ નથી. ફુલ પણ ખરી જાય છે. બે વર્ષથી કેળ, ટામેટી, મરચી સહિતના પાકોમાં ખેડૂતોને અણધારી આફ્તોનો સામનો કરવાનો વારો આવ્યો છે.ટામેટીમાં પણ આ વર્ષે જમીનજન્ય રોગોએ પગપેસારો મોટા પ્રમાણમાં કરતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બનવા તરફ્ ધકેલાયા છે.ટામેટીનો પાક સામાન્ય રીતે જૂન મહિનામાં વાવેતર કરતા તે સપ્ટેમ્બર મહિનામાં તેનું ઉત્પાદન શરુ થઇ જાય છે.પરંતુ આ વર્ષે ચોમાસાની સીઝનના અંતિમ દિવસોમાં વરસાદે જોરદાર બેટિંગ કરતા પાકને ભારે નુકસાન થયુ હતું.ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ ખેડૂતોએ બાગાયતી પાકોમાં મહેનત વધારી દેતા ટામેટી,મરચી સહીતના પાક સખત મહેનત કરીને ઉત્પાદન લેવાની તૈયારીમાં હતા તે સમયે ફ્રી કમોસમી વરસાદ પવન સાથે થતા જમીનજન્ય રોગોનો એટેક વધવાથી કેળમાં સિંગાટોકા અને ટામેટીમાં નેમીટોસ વાઇરસ આવી જતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે..વણઘાના ખેડૂત રાકેશભાઈ પટેલ જણાવે છે કે તે છેલ્લા ૧૦ વર્ષથી ટામેટી અને કેળની ખેતી કરે છે.પણ છેલ્લા બે વર્ષમાં કેળના પાકમાં સિંગાટોકા અને ટામેટીમાં નિમેટોસ,વાઇરસ પુષ્કળ પ્રમાણમાં વકર્યો છે.જેની કોઈ દવા નથી જેના કારણે ખેડૂતો પાક બચાવી શકતા નથી. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;