ચહેરાની સુંદરતા બગાડતા ખીલને દૂર કરવાના ઉપાય   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • ચહેરાની સુંદરતા બગાડતા ખીલને દૂર કરવાના ઉપાય  

ચહેરાની સુંદરતા બગાડતા ખીલને દૂર કરવાના ઉપાય  

 | 3:00 am IST
  • Share

સ્ત્રીઓ પોતાના ચહેરાની સુંદરતાને લઈને ઘણી જ ચિંતિત રહેતી હોય છે. ખાસ કરીને જેને ચહેરા પર ખીલની તાસીર હોય તેવી સ્ત્રી તેને દૂર કરવાના અનેક ઉપાય અજમાવી ચૂકી હશે. ચહેરો ખીલરહિત દેખાય તે માટે સ્ત્રીઓ અનેક બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ અઢળક રૂપિયા ખર્ચી નાખતી હોય છે. જોકે ઘરેબેઠા વગર ખર્ચે પણ ચહેરા ઉપરના ખીલ અને તેના ડાઘને દૂર કરી શકાય છે. તેના માટે મોંઘાં મોંઘાં ક્રીમ લેવાની જરૂર નથી. ચાલો, જાણીએ ખીલ દૂર કરવાના ઘરેલુ ઉપાય  

 નાળિયેરના દૂધમાં કાળી જીરી ક્રશ કરી મિક્સ કરીને તે મિશ્રણને ખીલ ઉપર લગાવવાથી તે બેસી જાય છે.  

 ટામેટાંને કટ કરી તેની ચીરને ખીલ ઉપર ધીરેધીરે સાત મિનિટ સુધી ઘસો. ઘસ્યા બાદ સુકાઇ જાય ત્યાં સુધી રહેવા દો. તે પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. આ ઉપાયથી પણ ખીલ બેસી જશે.  

 લોબાન, સુખડ અને આમળાંનો પાઉડર મિક્સ કરી તેની અંદર ગુલાબજળ નાખી તે મિશ્રણને ચહેરા ઉપર ફેસપેકની માફક લગાવી દો. તે સુકાયા બાદ લીમડાના પાણી વડે ચહેરો ધોઈ નાખવો. આ ઉપાય અજમાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.  

 કાચી સોપારી કે જાયફળને ઘસીને ચહેરા પર લગાવવાથી પણ ખીલની સમસ્યા દૂર થાય છે.  

 ખીલ ઉપર મૂળાનો રસ લગાવવાથી પણ લાભ થશે.  

 જાંબુડાના ઠળિયાને પથ્થર ઉપર ઘસીને ખીલ ઉપર લગાવવાથી પણ ખીલ દૂર થાય છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો