ચાંદોદમાં મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ચાંદોદમાં મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરાઈ

ચાંદોદમાં મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરાઈ

 | 2:30 am IST

ા ચાંદોદ ા

સંસ્કૃતીના જીર્ણોદ્ધારને સ્વાધ્યાયના માધ્યમ દ્વારા વૈશ્વિક ફલક સુધી પહોંચાડનાર પૂ. પૂજનીય દાદાજી (પાંડુરંગશાસ્ત્રીજી) ની તિથિ મુજબ અશ્વિન સુદ સપ્તમી જન્મદિનની ઉજવણી તથા કરોડરજ્જૂ સમાન મુંબઇ થાણા ખાતેની તત્વજ્ઞાન વિદ્યાપીઠનો પણ આજરોજ સ્થાપના દિન હોઇ તથા શ્રાીમદ્ ભાગવત ગીતા પાઠશાળા મુંબઇનો વિજ્યાદશમીના સ્થાપના દિનને પણ આજરોજ સંયુક્ત રીતે સમાવિષ્ટ સાથે ચાંદોદ, નંદેરીયા, ભીમપુરા, માંડવાના સ્વાધ્યાય પરિવાર દ્વારા મનુષ્ય ગૌરવદિનની ઉજવણી ચાંદોદના રામામાતાજીના મંદિર ખાતે ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવાનો દ્વારા મનુષ્ય ગૌરવદિનના ભાવગીત આધારીત કોરિયોગ્રાફી કરવામાં આવી તો વળી, ભારતીય સંસ્કૃતિના મહાન ચરિત્રોને સમજવાના ઉદ્દેશ સાથેની રમત ગમત યોજાઇ હતી. સાથે સાથે તત્વજ્ઞાન વિદ્યાપીઠ વિશેનું ચિંતન બહેન દ્વારા તથા શ્રાીમદ્ ભગવીતા પાઠશાળા આધારીત એક ભાઇ દ્વારા ચિંતનનો સૌએ લાભ લીધો હતો. કોરોનાને લગતી ગાઇડ લાઇનના અમલ સાથે સ્વાધ્યાય પરિવાર દ્વારા મનુષ્ય ગૌરવદિનની ઉજવણી કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;